અદાણી એન્ટરપ્રાઇઝ: ત્રિમાસિક રુ.૫,૬૪૨ કરોડ EBITDA, ડેટા સેન્ટર વ્યવસાયે ૪00 મેગાવોટનો હાઇપરસ્કેલ ઓર્ડર મેળવ્યો

અમદાવાદ, 30 જુલાઈ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ ​​૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકના પરિણામો આજે જાહેર કર્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ એ વાર્ષિક ધોરણે ૪૯% ના વધારા સાથે વાર્ષિક ધોરણે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA  રુ. ૫,૬૪૨ કરોડ નોંધાવ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝે નવા નાણાકીય વર્ષની શરૂઆત અસાધારણ મજબૂત પ્રદર્શન સાથે કરી છે તેની પ્રતીતી અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ક્યુબેટિંગ પ્લેટફોર્મના વધતા કદ અને પરિપક્વતાને કારણે હાંસલ કરેલો રૂ. ૫,૬૪૨ કરોડનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA છે. તેમણે જણાવ્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કામગીરીનો આરંભ, ગંગા એક્સપ્રેસવે પર ટોલ વસૂલાતની શરુઆત, અમારા સૌર મોડ્યુલ ક્ષમતાનું વિસ્તરણ અને મુખ્ય એક એવો મોટા કદનો ડેટા સેન્ટરનો નવો ઓર્ડર અમારી વૃદ્ધિની સફરના મહત્વપૂર્ણ સીમાચિહ્નો દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે રુ.૧૫,000 કરોડનો સફળ QIP અમારી વ્યૂહરચના અને અમલીકરણ ક્ષમતાઓમાં મજબૂત સંસ્થાકીય વિશ્વાસને વધુ પ્રતિબિંબિત કરે છે. ભારતની માળખાગત જરૂરિયાતો જે પ્રમાણે વિસ્તરી રહી છે તેને અનુરુપ અમે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વ્યવસાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેનાથી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ આગળ વધવા સાથે અમારા બધા હિસ્સેદારો માટે કાયમી મૂલ્ય વર્ધન કરે છે.

        અહેવાલના સમયમાં કુલ આવક વાર્ષિક ધોરણે ૫૦% વધીને રૂ. ૩૩,૫૪૬ કરોડ થઈ હતી. જે આગળના આ ગાળામાં રુ.૨૨,૪૩૭ કરોડ અને ગત પુરા વર્ષમાં રુ.૧,૦૨,૯૪૩ કરોડ હતી. કરવેરા પહેલાંનો નફો રૂ. ૨,૬૪૪ કરોડના OFAC સમાધાનને બાદ કરતાં રૂ. ૧,૨૯૫ કરોડ થયો છે. જે ગત વર્ષના આ સમયમાં રુ.૧,૪૬૬ કરોડ હતો. ગત સમગ્ર વર્ષમાં તે રુ.૪,૩૦૯ કરોડ હતો. કર બાદનો નફો ગત વર્ષના આ ગાળામાં રુ.૮૮૫ કરોડ હતો. જે હાલ સમીક્ષાના સમય દરમિયાન રુ.૧,૧૬૦ કરોડ થયો છે. ગત સમગ્ર વર્ષનો કર બાદનો નફો રુ.૯,૭૪૬ કરોડ થયો હતો.અદાણી એરપોર્ટ્સનો એબિડટા વાર્ષિક ધોરણે ૪૯% વધીને રૂ. ૧,૬૩૩ કરોડ નોંધાયો છે. આ ગાળામાં ક્ષમતામાં વધારો થતાં, કોપર વ્યવસાયે રૂ.૭૪૯ કરોડનો એબિડટા  ઉમેર્યો છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝે ૧.૭ ગીગાવોટ ની નવી મોડ્યુલ લાઇન કાર્યરત કરી છે. નવી મુંબઈ એરપોર્ટે ૧૫ જુલાઈ, ૨૦૨૬ થી આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)