મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,40,034 સોદાઓમાં કુલ રૂ.16,757.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6615.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10122.69 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,382ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,430 અને નીચામાં રૂ.55,291 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.79 વધી રૂ.55,369ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.64 વધી રૂ.44,247 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.5,478ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,303ના ભાવે ખૂલી, રૂ.82 વધી રૂ.55,304ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,389ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,665 અને નીચામાં રૂ.68,242 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 547 વધી રૂ.68,625 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 460 વધી રૂ.68,620 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.454 વધી રૂ.68,618 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ, નેચરલ ગેસના વાયદાના ભાવમાં નોમિનલ ઘટાડોઃ મેન્થા તેલમાં સુધારો

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.65 વધી રૂ.202.80 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.2.05 ઘટી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.70 વધી રૂ.724.40 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.188ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,188ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,196 અને નીચામાં રૂ.6,095 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.6 ઘટી રૂ.6,142 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5 ઘટી રૂ.305 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.40 વધી રૂ.1056.30 થયો હતો.