અમદાવાદ, 13 મે, 2026– અત્યંત ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ઈન્ફર્મેશન અને ટેક્નોલોજી (આઈસીટી) કંપની ઈશાન ટેક્નોલોજીસે તેની મહત્વાકાંક્ષી એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પહેલને આગળ ધપાવવા માટે ઓરેકલ કમ્યુનિકેશન્સની પસંદગી કરી છે. આ ભાગીદારીનો ચાર્જિંગ અને બિલિંગ વ્યવસ્થાને આધુનિક બનાવવાનો છે, જેથી નવી સેવાઓ ઝડપથી બજારમાં મૂકી શકાય, વધુ અનુકૂળ કિંમત અને ડિસ્કાઉન્ટ મોડેલ્સ ઉપલબ્ધ બનાવવાનો તથા ઈશાનના સમગ્ર પોર્ટફોલિયોની કામગીરી અને કાર્યક્ષમતા વધારવાનો છે. આ પ્રોગ્રામ ઈશાન ટેકનોલોજીના અવિરત વિસ્તરણ માટે એક મજબૂત ડિજિટલ માળખું તૈયાર કરવામાં પણ મદદ કરશે.

ઈશાન ટેકનોલોજીના સીએમડી પિન્કેશ કોટેચાએ આ સહયોગ વિશે જણાવ્યું હતું કે, “ઓરેકલ કોમ્યુનિકેશન્સ સાથેની ભાગીદારી ઈશાન ટેકનોલોજીસ માટે એક મહત્વનું સીમાચિહ્ન છે. આ પહેલ અમને આર્થિક વ્યવસ્થાના સંકલિત માળખા અને જટિલ બિઝનેસ મોડલ્સ માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. જેના દ્વારા અમે ગ્રાહકોની બદલાતી માંગ મુજબના સોલ્યુશન્સ તૈયાર કરી શકીશું,  કાર્યક્ષમતામાં વધારો કરી શકીશું અને સંપૂર્ણ ડિજિટલાઇઝેશન તરફની અમારી સફરને આગળ વધારી શકીશું. સૌથી મહત્વની વાત એ છે કે, તે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવો પૂરા પાડવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”

ઈશાન ટેકનોલોજીસ ઉચ્ચ વૃદ્ધિ ધરાવતાં પાંચ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાં 1,00,000 કિલોમીટરથી વધુ લાંબા ફાઈબર નેટવર્ક દ્વારા ઈન્ટરનેટ અને કનેક્ટિવિટી પૂરી પાડવી, સર્વેલન્સ અને નેટવર્કિંગનું જોડાણ, સાયબર સિક્યોરિટી અને કમ્પ્લાયન્સ સેવાઓ, મેનેજ્ડ ક્લાઉડ અને ડેટા સેન્ટર સોલ્યુશન્સ, તેમજ સ્માર્ટ સિટી માટે કમાન્ડ સેન્ટર્સનો સમાવેશ થાય છે.

એડવાન્સ મોનેટાઈઝેશન ઈશાન ટેકનોલોજીસને કસ્ટમ ડેવલપમેન્ટ ઘટાડવામાં, બિલિંગની ચોકસાઈ બહેતર બનાવવામાં અને નવી સેવાઓ ઝડપથી લોન્ચ કરવામાં મદદ કરશે. TM ફોરમ API ના ઉપયોગથી ડિજિટલ ચેનલો પર ચાર્જિંગ, બિલિંગ, પેમેન્ટ અને કલેક્શનના અનુભવોને સંકલિત કરવામાં આવ્યા છે. આ સાથે જ, ઈશાન ટેકનોલોજીસ પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે એક જ કેલ્ક્યુલેશન ફંક્શન દ્વારા યુનિફાઈડ રેટિંગ આપી શકશે, જેમાં વિવિધ કેમ્પેઈન, કરારો અને ઓફર્સ માટે ફ્લેક્સિબલ ચાર્જિંગ અને ડિસ્કાઉન્ટની સુવિધા મળશે. જટિલ એન્ટરપ્રાઇઝ બિલિંગ મોડલ હેઠળ મલ્ટિ-ઓર્ગેનાઈઝેશન બિલિંગ, એન્ટરપ્રાઇઝ હાયરાર્કી, સિંગલ બિલ અને ક્રોસ-લાઇન-ઓફ-બિઝનેસ ડિસ્કાઉન્ટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.”

ઓરેકલ એપ્લિકેશન્સ, રેગ્યુલેટેડ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર એન્ડ્રુ  મોરાવસ્કીએ જણાવ્યું હતું કે, ” વધતી જતી સ્પર્ધા અને પરિવર્તનોનો સામનો કરી રહેલાં સર્વિસ પ્રોવાઈડર્સ, વ્યવસાયિક કામગીરીને સરળ અને ઓટોમેટિક બનાવવા માટે ઝડપથી રિયલ-ટાઇમ અને સ્કેલેબલ ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી રહ્યા છે. ઈશાન ટેકનોલોજીસ જેવા ઈનોવેટિવ ઓપરેટરો એવી કનેક્ટેડ ડિજિટલ સેવાઓ બનાવવામાં અગ્રેસર છે જે ગ્રાહકોની અપેક્ષાઓ અને બજારની માંગને અનુરૂપ હોય.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)