વિ.સ. 2079: બેન્કિંગ- ફાઇનાન્સ શેર્સ રહેશે બ્રોકર્સ હાઉસની પ્રથમ પસંદગી
બેન્ક નિફ્ટી માટે 42000 રસાકસીની, સેન્સેક્સ માટે 60500- 62300ની રેન્જ રેઝિસ્ટન્સ
સેન્સેક્સ માટે હવે 60676.12, 60845.10, 61475.15અને 62245.43મુખ્ય અવરોધો
મહેશ ત્રિવેદી . businessgujarat.in
અમદાવાદઃ વિક્રમ સંવત 2078નું વર્ષ ઇન્ડાઇસિસ નહિં, સ્ટોક સ્પેસિફિક શુભ- લાભ સાથે વિદાય થઇ રહ્યું છે. ગત વર્ષે દિવાળી પૂર્વે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્રારા રોકાણકારો માટે કરાયેલી ભલામણો કેટલી સાચી પડી તેનો દાવો બ્રોકરેજ હાઉસ કરે તેના કરતાં તે ભલામણના આધારે ખરીદીને નફો- નુકસાન ભોગવનારા રોકાણકારો કરે તે વધુ વ્યાજબી રહેશે. દાયકાઓથી આ શિરસ્તો ચાલ્યો આવે છે કે, વિવિધ બ્રોકરેજ હાઉસ દ્રારા ટેકનિકલ- ફન્ડામેન્ટલ એનાલિસિસ, ઇકોનોમિ, ફેન્સી સહિતના સંખ્યાબંધ પરીબળોને ધ્યાનમાં રાખીને રોકાણકારોને નવા વિક્રમ સંવત વર્ષ માટે દિવાળીના મુહુર્તમાં કે ત્યારબાદ ખરીદવા માટે સ્ટોક્સની ભલામણ એડવાન્સમાં કરવામાં આવતી હોય છે. તેનું સંક્ષિપ્ત વર્ગીકરણ કર્યું તો જોવા મળ્યું છે કે, મોટા ભાગના બ્રોકરેજ હાઉસે આગલાં વર્ષે ભલામણ કરેલાં સંખ્યાબંધ સ્ટોક્સની ભલામણ રિપિટ કરી છે.
- 6 બ્રોકર્સની પહેલી પસંદગીઃ ITC અને ઇન્ફોસિસ
- 9 બ્રોકર્સની મુહુર્તમાં એક્સિસ બેન્ક ખરીદવાની ભલામણ
- સોના BLW, ઇન્ફોસિસ, ITC, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, HCL ટેક., ભારતી એરટેલ, ICICI બેન્ક, અશોક લેલેન્ડ, એવન્યૂ સૂપર માર્કેટ, ચંબલ ફર્ટિ, તાતા પાવર, હેવલ્સ, કોફોર્જ, ઝાયડસ લાઇફ મોટાભાગના બ્રોકરેજ હાઉસે ગત વર્ષે કરી હતી ભલામણ જે આ વર્ષે પણ રિપિટ.
ડૉ જૉન્સ શુક્રવારે વધુ 2.47 ટકાના સુધારા સાથે 31082.57 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. તે પછી ડૉ ફ્યુચર્સ આગેકૂચ જારી રાખી 31175 આસપાસ હતો. જોકે 32472ની 200 દિવસીય એવરેજથી આ ઇન્ડેક્સ હજૂ પણ નીચે જ છે, તેની સામે સેન્સેક્સ 56571ની એવરેજથી ઉપર 59307ની સપાટી આસપાસ રહ્યો છે. સેન્સેક્સ માટે હવે 60495ના સ્તરે રહેલી રેસિસ્ટન્સ લાઇન, 60676.12(15-09-22નું ટોપ), 60845.10(04-04-22નું ટોપ), 61475.15(18-01-22નું ટોપ) અને 62245.43(19-10-21ના રોજ બનેલ ઐતિહાસિક ટોપ) મુખ્ય અવરોધો છે.
ટેક્નો- જ્યોતિષની દ્રષ્ટિએ બજારની ચાલ
નિફ્ટી માટે 18350- 18604 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ
11 નવેમ્બર સુધી તુલાનો શુક્ર વિશ્વના બજારોમાં તેજી કરાવશે એવી જાણકાર બિઝનેસ એસ્ટ્રોલોજર્સની આગાહી સાચી પડી રહી છે. નિફ્ટી 17576.30 થઇ ગયો છે. એની 200 દિવસીય એવરેજ 16878.80ના સ્તરે છે. હવે 17838.70 (21-09-22નો ટોપ) અને 18033ના સ્તરે રહેલી રેસીસ્ટન્સ લાઇન વટાવે તો તેનાથી ઉપર 18114(એપ્રિલ22), 18350 (જાન્યુ22) અને 18604 (ઓક્ટો22માં બનેલ ઓલ ટાઇમ ટોપ)ને અવરોધ ગણવા.
સેન્સેક્સ માટે 59000 સપોર્ટલાઇન, 58700- 56500 સપોર્ટ
સેન્સેક્સ માટે સૌથી ટૂંકાગાળાની સપોર્ટ લાઇન 59000 આસપાસ છે તેનાથી નીચે 58700, 57600, 57000, 56500 (200 દિવસીય એવરેજ આસપાસનું લેવલ), 56000 તથા 55000ના લેવલોને સપોર્ટ તરીકે મહત્વ આપવું.
બેન્ક નિફ્ટી માટે 42000 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી
બેન્ક નિફ્ટીએ 41840.15નો ઓલ ટાઇમ હાઇ તા. 15-09-22ના રોજ બનાવ્યો હતો. આમ 42000ને અવરોધ ગણીને ચાલવું, ત્યાં પહોંચતા પહેલા 41677.65(20-09-22નો ટોપ) વટાવવો પડશે. નવેસરથી 40800 આસપાસ લો તો 40300નો સ્ટોપલોસ રાખવો, 42000 ક્રોસ કરે તો(2.95 ટકાનો લાભ થાય), રિસ્ક-રિવોર્ડ આકર્ષક ગણાય.
આ 14 બેન્કિંગ શેર્સ માટે બ્રોકરેજ હાઉસ કરે છે ભલામણ
- એક્સીસ બેન્કઃ 9 બ્રોકરેજ હાઉસની ભલામણ, ટાર્ગેટ 940- 1150
સૌથી ઊંચો ટાર્ગેટ એસએમસીએ રૂ. 1150 અને સૌથી નીચો ટાર્ગેટ રૂ. 940 આનંદ રાઠીનો છે.
સ્ટોપલોસ સૌથી નજીકનો રૂ. 750નો ટ્રેન્ડ રાઇઝર્સનો અને દૂરનો રૂ. 618નો એસએમસીનો છે. અમુક દલાલોએ સ્ટોપલોસ આપ્યા નથી અને અમુક દલાલોએ ઘટાડે એવરેજ કરવા માટેનું એક લેવલ અને ત્યારબાદ સ્ટોપલોસ તેમ જ બબ્બે ટાર્ગેટ લેવલ આપી ખઓ આપવાની જ કોશિષ કરી છે!!
- એચડીએફસી બેન્કઃ 5 બ્રોકરેજ હાઉસની ભલામણ, ટાર્ગેટ 1800
5 બ્રોકર્સના દિવાળી રિસર્ચ રિપોર્ટમાં જોવા મળ્યો. હાઇએસ્ટ ટાર્ગેટ રૂ. 1800 (પ્રભુદાસ લીલાધર) અને લોએસ્ટ સ્ટોપલોસ રૂ. 1270 (જે. એમ. ફાઇનાન્સ).
- આઇસીઆઇસીઆઇ બેન્કઃ 4 બ્રોકરેજ હાઉસની ભલામણ, ટાર્ગેટ 1066
હાઇએસ્ટ ટાર્ગેટ રૂ. 1066(ઇઓએફ- એક્સેલન્સ ઓવર ફીયર), સ્ટોપલોસ નથી મળ્યા. 870ને ફોલો કરી શકાય.
- આઇડીએફસીઃ 4 બ્રોકરેજ હાઉસની ખરીદીની ભલામણ, ટાર્ગેટ 100
હાઇએસ્ટ ટાર્ગેટ રૂ. 100 અને લોએસ્ટ સ્ટોપલોસ રૂ. 58 સાથે થયો છે.
- આઇડીએફસી ફર્સ્ટ બેન્ક: 4 બ્રોકરેજ હાઉસની ભલામણ, ટાર્ગેટ 70
રૂ. 57.30નો રૂ. 70ના ટાર્ગેટ અને રૂ. 32ના સ્ટોપલોસ સાથે થયો છે.
- બેન્ક ઓફ બરોડાઃ ત્રણ બ્રોકરેજ હાઉસની ભલામણ
ત્રણ રિસર્ચ રિપોર્ટ ફોર મુહૂર્ત ટ્રેડીંગ 2022માં 164ના ટાર્ગેટ સાથે દેખાય છે.
- બજાજ ફાઇનાન્સઃ ત્રણ બ્રોકરેજ હાઉસની ભલામણ, ટાર્ગેટ 10000
રૂ. 7192.75ને પણ આવા 3 રિપોર્ટમાં સ્થાન મળ્યુ છે. હાઇએસ્ટ ટાર્ગેટ રૂ. 10000, સ્ટોપલોસ રૂ. 6200.
- ફેડરલ બેન્કઃ 2 બ્રોકરેજ હાફસ તરફથી ભલામણ, ટાર્ગેટ 185.
રૂ. 132.60 બે દલાલોની દિવાળી ભલામણોમાં રૂ. 185ના હાઇએસ્ટ ટાર્ગેટ અને રૂ. 95ના લોએસ્ટ સ્ટોપલોસ સાથે દેખાય છે.
- સીટી યુનિયન બેન્કઃ 2 બ્રોકરેજ હાઉસની ભલામણ, ટાર્ગેટ 230
રૂ. 185.45 બંધ રહ્યો છે. બે દલાલોએ ભલામણ કરી છે જેમાંથી હાઇએસ્ટ ટાર્ગેટ રૂ. 230નું છે. સ્ટોપલોસ જોવા મળ્યા નથી પણ રૂ. 175 સમજીને ચાલવું.
- કેનેરા બેન્કઃ બે બ્રોકરેજ હાઉસની ભલામણ, ટાર્ગેટ 300
રેલીગેર અને નિર્મલ બંગે કરી છે. લાસ્ટ ક્લોઝ રૂ. 268.55 છે. સ્ટોપલોસ અપાયા નથી પણ રૂ. 235 ગણીને ચાલવું.
- કોટક મહીન્દ્ર બેન્કઃ 1 બ્રોકરેજ હાઉસની ભલામણ, ટાર્ગેટ 2300
માત્ર એસએમસીના રિપોર્ટમાં જોવા મળી છે. રૂ. 1902.65 બંધ, ટાર્ગેટ 2300, સ્ટોપલોસ 1680.
- કરૂર વૈશ્ય બેન્કઃ મોનાર્કની ભલામણ, ટાર્ગેટ 117
છેલ્લો બંધ રૂ. 90.95, મોનાર્કે ભલામણ છે. ટાર્ગેટ 117, રૂ. 72નો SL રાખી શકાય.
- સીએસબી બેન્કઃ શેરખાનની ભલામણ, ટાર્ગેટ 370
રૂ. 235.35 શેરખાનની 370ના ટાર્ગેટ સાથેની ભલામણ. રૂ. 218નો સ્ટોપલોસ રાખી શકાય.
- બજાજ ફિનસર્વઃ HDFC સિક્યુ.ની ભલામણ, ટાર્ગેટ 1684.45
એચડીએફસી સિક્યોરિટીઝે 1950 ટાર્ગેટ, 1500 SL સાથે ભલામણ કરી છે. લાસ્ટ ક્લોઝ રૂ. 1684.45.
(નોંધઃ અત્રે આપવામાં આવેલી ભલામણો વિવિધ બ્રોકરેજ હાઉસિસ તરફથી છે. BUSINESSGUJARAT.IN તેમજ સંપાદક મંડળ તેની સાથે સંમત હોવાનું નહિં. રોકાણકારો અને વાચકમિત્રોએ પોતાની રીતે અભ્યાસ અને રિસર્ચ કરીને નિષ્ણાતની સલાહ અનુસાર નિર્ણય લેવા ખાસ વિનંતી છે. વિશેષ નોંધઃ અત્રે આપવામાં આવેલા છેલ્લા બંધ ભાવો પણ બ્રોકરેજ હાઉસ દ્રારા જે તે દિવસે તૈયાર કરાયેલા અહેવાલના દિવસની બંધ ભાવો છે. જે જૂના હોવાથી છેલ્લા દિવસ સાથે તેમાં તફાવત જોવા મળી શકે છે.)