મુંબઈ, 4 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 26 મેથી 1 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 46,89,753 સોદાઓમાં કુલ રૂ.3,41,821.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,00,493.92 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,41,079.05 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,62,967 સોદાઓમાં રૂ.62,994.22 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,542ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,350 અને નીચામાં રૂ.59,225ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.459 વધી રૂ.59,919ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.351 વધી રૂ.48,340 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.42 વધી રૂ.6,019ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.540 વધી રૂ.60,033ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.248 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.70,405ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,700 અને નીચામાં રૂ.70,374ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,352 વધી રૂ.72,594ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,235 વધી રૂ.72,611 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,245 વધી રૂ.72,612 બંધ થયો હતો.

ક્રૂડ તેલ રૂ.118 લપસ્યું, કોટન-ખાંડી વાયદો રૂ.2,040 તેજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 7,69,442 સોદાઓમાં રૂ.28,263.65 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,952ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,076 અને નીચામાં રૂ.5,567ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.118 ઘટી રૂ.5,828 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.118 ઘટી રૂ.5,832 બંધ થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.204ના ભાવે ખૂલી, રૂ.22.70 ઘટી રૂ.180 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 22.4 ઘટી 180.4 બંધ થયો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન રૂ.90.73 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,340ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,660 અને નીચામાં રૂ.57,340ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,040 વધી રૂ.59,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.80 ઘટી રૂ.958.80 બોલાયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 87,082 સોદાઓમાં રૂ.9,145.32 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.705.70ના ભાવે ખૂલી, રૂ.13.30 વધી રૂ.715.90 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.208.50 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.40 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.95 વધી રૂ.207ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.75 વધી રૂ.208.50 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.10 ઘટી રૂ.181.45 જસત-મિની જૂન વાયદો રૂ.1.15 વધી રૂ.207.35 બંધ થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,00,494 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,41,079 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.31,367.76 કરોડનાં 52,493.555 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.31,626.46 કરોડનાં 4,421.604 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.12,636.09 કરોડનાં 21,765,320 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.15,627.56 કરોડનાં 807,641,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.954.73 કરોડનાં 46,064 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.252.25 કરોડનાં 13,783 ટન તાંબાના વાયદાઓમાં રૂ.5,076.11 કરોડનાં 71,363 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,862.23 કરોડનાં 136,947 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.81.63 કરોડનાં 13,872 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.9.10 કરોડનાં 94.68 ટનનાં કામકાજ થયાં હતાં.