અમદાવાદ હાજર બજારના ભાવો (16-6-2023)

વિગતકિંમત
ચાંદી ચોરસા72000-73000
ચાંદી રૂપું71800- 72800
સિક્કા જૂના700-900
999 સોનું61000- 61500
995 સોનું60800- 61300
હોલમાર્ક60270

મુંબઈ, 16 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,537 અને નીચામાં રૂ.59,234 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.59,495ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.103 વધી રૂ.47,984 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,936ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.117 વધી રૂ.59,366ના સ્તરે પહોંચ્યો હતો. MCX પર 64,723 સોદાઓમાં રૂ.4,243.67 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોના-ચાંદીના વાયદામાં સુધારો, ક્રૂડ તેલમાં નરમાઈ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,323ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,580 અને નીચામાં રૂ.72,022 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.374 વધી રૂ.72,500 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.336 વધી રૂ.72,472 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.322 વધી રૂ.72,453 બોલાઈ રહ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,10,856 સોદાઓમાં કુલ રૂ.20,105.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,554.98 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12532.93 કરોડનો હતો.

તાંબુ જૂન વાયદો રૂ.1.80 ઘટી રૂ.733.45ની સપાટીએ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ જૂન વાયદો રૂ.736.40ના ભાવે ખૂલી, રૂ.1.80 ઘટી રૂ.733.45 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.205.55 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.35 વધી રૂ.224ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 વધી રૂ.205.65 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.184.85 જસત-મિની જૂન વાયદો રૂ.1.30 વધી રૂ.223.55 બોલાઈ રહ્યો હતો. 12,391 સોદાઓમાં રૂ.1,409.69 કરોડના વેપાર થયા હતા.

ક્રૂડ તેલ જૂન વાયદો રૂ.31 ઘટી રૂ.5,765 બોલાયો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,768ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,799 અને નીચામાં રૂ.5,724 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31 ઘટી રૂ.5,765 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.30 ઘટી રૂ.5,765 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.209ના ભાવે ખૂલી, રૂ.3.30 વધી રૂ.212.60 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 3.3 વધી 212.7 બોલાઈ રહ્યો હતો. MCX પર 52,140 સોદાઓમાં રૂ.1,889.06 કરોડનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.12.56 કરોડનાં કામકાજ થયા હતા.

બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ

કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,589ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,589 અને નીચામાં રૂ.1,589 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.39 વધી રૂ.1,589 થયો હતો. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,340 અને નીચામાં રૂ.57,100 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 ઘટી રૂ.57,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.40 ઘટી રૂ.925.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.7,555 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12532.93 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,853.83 કરોડનાં 3,120.194 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,389.84 કરોડનાં 328.999 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.672.55 કરોડનાં 11,59,730 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,216.51 કરોડનાં 5,74,96,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.154.96 કરોડનાં 7,518 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.61.47 કરોડનાં 3,328 ટન તાંબાના વાયદાઓમાં રૂ.799.38 કરોડનાં 10,855 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.393.88 કરોડનાં 17,601 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.55 કરોડનાં 960 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.6.98 કરોડનાં 74.88 ટનનાં કામકાજ થયાં હતાં.