MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.680ની નરમાઈ
મુંબઈ, 17 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 4,38,989 સોદાઓમાં કુલ રૂ.41,493.06 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,759.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.33722.35 કરોડનો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.11 કરોડનાં કામકાજ
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 67,832 સોદાઓમાં રૂ.4,868.52 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,453ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,574 અને નીચામાં રૂ.58,401ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.141 ઘટી રૂ.58,540ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.210 ઘટી રૂ.47,522 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.5,833ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.169 ઘટી રૂ.58,244ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાનો વાયદો રૂ.141 ઘટ્યો, ચાંદી રૂ.431 તેજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,543ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,200 અને નીચામાં રૂ.69,376ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.431 વધી રૂ.70,153ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.380 વધી રૂ.70,274 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.343 વધી રૂ.70,255 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 15,981 સોદાઓમાં રૂ.1,575.31 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.719.40ના ભાવે ખૂલી, રૂ.3.10 વધી રૂ.724.05 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.199.10 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.212ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.2.10 વધી રૂ.199.20 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.183.85 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.1.70 વધી રૂ.211.85 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.16ની વૃદ્ધિ, મેન્થા તેલમાં સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 33,828 સોદાઓમાં રૂ.1,280.4 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,605ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,672 અને નીચામાં રૂ.6,574ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.6,662 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.19 વધી રૂ.6,664 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.217ના ભાવે ખૂલી, રૂ..80 ઘટી રૂ.216 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 0.6 ઘટી 216.4 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.35.14 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,640ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,640 અને નીચામાં રૂ.60,000ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.680 ઘટી રૂ.60,120ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21.60 વધી રૂ.915.90 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.7,759 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.33722 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,901.09 કરોડનાં 3,251.137 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,967.43 કરોડનાં 422.572 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.695.46 કરોડનાં 1,051,690 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.584.94 કરોડનાં 26,840,750 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.246.70 કરોડનાં 12,474 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.28.56 કરોડનાં 1,553 ટન તાંબાના વાયદાઓમાં રૂ.722.83 કરોડનાં 10,020 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.577.22 કરોડનાં 27,473 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.11 કરોડનાં 1,824 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.24.14 કરોડનાં 264.6 ટનનાં કામકાજ થયાં હતાં.