Sensex ઓલટાઈમ હાઈથી 1407 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 302 પોઈન્ટનો કડાકો
અમદાવાદ, 20 ડિસેમ્બરઃ શેરબજારોમાં આજે 1610 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. જેના પગલે સેન્સેક્સ શરૂઆતના તબક્કામાં 71913.07ની ઓલટાઈમ હાઈ સપાટીએથી 1407 પોઈન્ટ તૂટી 70506.31 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 302.95 પોઈન્ટ તૂટી 21150.15ના સ્તરે બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટીએ 21 હજારનું સપોર્ટ લેવલ જાળવ્યું હતું.
સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી આજે એકમાત્ર એચડીએફસી બેન્ક 0.19 ટકાના નજીવા સુધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ રહી હતી. તે સિવાયની તમામ સ્ક્રિપ્સ રેડઝોનમાં બંધ થઈ હતી. સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ પણ 3 ટકાથી વધુ તૂટ્યા હતા.
ઇક્વિટી માર્કેટમાં મોટા પાયે વેચવાલી વચ્ચે યુએસ ડોલર સામે રૂપિયો 83.18 ના સ્તરે સપાટ થયો હતો. ઓઈલના પુરવઠાની ચિંતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો કર્યો છે.
શેરબજારમાં ઘટાડા પાછળના કરણોઃ
છેલ્લા બે સપ્તાહથી માર્કેટની તેજી બાદ પ્રોફિટ બુકિંગથી કરેક્શન નોંધાયા છે. | દેશમાં કોવિડના નવા વેરિયન્ટ JN.1ના કુલ 19 કેસો, 16 મોતના પગલે સાવચેતીનો માહોલ |
આ સપ્તાહે આઈપીઓની વણઝાર વચ્ચે HNIસહિત રોકાણકારો IPO તરફ ડાયવર્ટ | FIIએ પણ છેલ્લા બે દિવસમાં કુલ 633 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હોવાની અસર. |
નિષ્ણાતના મતે શેરબજારઃ નજીકના ગાળામાં બજાર વધુ મજબૂત થશે
IMF દ્વારા હકારાત્મક ટિપ્પણીના પગલે નિફ્ટીએ 21593ની નવી ઊંચી સપાટી બનાવી જ્યાં તેણે ભારતને ‘સ્ટાર પરફોર્મર’ ગણાવ્યું અને વૈશ્વિક વૃદ્ધિમાં ભારત 16% યોગદાન આપવાનો અંદાજ મૂક્યો છે. જોકે, ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX 4% વધીને 14.45 થયો હતો. છેલ્લા સાત સપ્તાહમાં 12 ટકાથી વધુના ઝડપી ઉછાળા બાદ સ્થાનિક ઈક્વિટીમાં વેચવાલી જોવા મળી રહી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે નજીકના ગાળામાં બજાર વધુ મજબૂત થશે. એકંદરે, અમે બજાર પર સકારાત્મક રહીએ છીએ અને વૈશ્વિક મેક્રો દ્વારા સમર્થિત વિરામ પછી વ્યાજ દરો ઊંચકાયા અને સ્વસ્થ સ્થાનિક આર્થિક રિકવરીની અસર રહેશે. IPO માર્કેટ હાલમાં પ્રીમિયમ પર બે IPO લિસ્ટિંગ સાથે મજબૂત ટ્રેક્શન જોઈ રહ્યું છે જ્યારે સાત IPO સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યા છે.- – સિદ્ધાર્થ ખેમકા, હેડ-રિટેલ રિસર્ચ, મોતિલાલ ઓસ્વાલ
Bank Niftyમાં બેરિશ કેન્ડલ
“બેંક નિફ્ટી ઇન્ડેક્સે તીવ્ર વેચવાલીના કારણે દૈનિક ચાર્ટ પર મંદીની કેન્ડલ રચાઈ છે. ઇન્ડેક્સ માટે તાત્કાલિક રેજિસ્ટન્સ લેવલ 47600-47700 ઝોન પર સ્થિત છે, અને આ સ્તર જળવાય તો તેજીનો માર્ગ મોકળો થશે. ટાર્ગેટ 48000 છે. જો કે, એકંદર સેન્ટિમેન્ટ મંદીભર્યું રહેશે, જે કોઈપણ ઉપરની હિલચાલ પર પ્રોફિટ બુકિંગ વધવાની સાથે સાવચેતીભર્યું અભિગમ સૂચવે છે.”- કૃણાલ શાહ, સિનિયર ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ એનાલિસ્ટ, LKP સિક્યુરિટીઝ
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)