MUTUAL FUND NEWS
મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડએ 2 પેસિવ ફંડ્ઝ લોન્ચ કર્યા
- મોતીલાલ ઓસ્વાલ એસએન્ડપી બીએસઇ ફાઇનાન્સિયલ્સ એક્સ બેન્ક 30 ઇન્ડેક્સ ફંડ (ઓપન-એન્ડેડ સ્કીમ જે S&P બીએસઇ ફાઇનાન્સિયલ્સ એક્સ બેન્ક 30 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ પુનરાવર્તન પર/નજર રાખે છે
- મોતીલલા ઓસ્વાલ એસએન્ડપી બેસઇ હેલ્થકેર ETF (ઓપન-એન્ડેડ સ્કીમ જે એસએન્ડપી બીએસઇ હેલ્થકેર ટોટલ રિટર્ન ઇન્ડેક્સના પુનરાવર્તન પર/નજર રાખે છે)
મુંબઇ: મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની (MOAMC)એ 2 પેસિવ ફંડ્ઝ એટલે કે મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ ફાઇન્સિયલ્સ બેન્ક 30 ઇન્ડેક્સ ફંડ અને મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ હેલ્થકેર ઇટીએફ ફંડ લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે. બન્ને NFO 14 જુલાઇએ ખુલે છે અને 22 જુલાઇ 2022ના રોજ બંધ થાય છે.
મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ ફાઇનાન્સિયલ્સ એક્સ બેન્ક 30 ઇન્ડેક્સ ફંડ
મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ ફાઇનાન્શિયલ એક્સ બેન્ક 30 ઇન્ડેક્સ ફંડ તેના પ્રકારનું પહેલું પેસિવ ફંડ હશે જેનો ઉદ્દેશ્ય બેન્કોને બાદ કરતાં નાણાકીય સેવા ક્ષેત્રને એક્સપોઝર આપવાનો છે. આ ઇન્ડેક્સમાં S&P બીએસઇ 250 લાર્જમિડકેપ ટોટલ રિટર્ન ઇન્ડેક્સના ટોચના 30 નોન-બેંકિંગ નાણાકીય શેરોનો સમાવેશ થશે, જેમાં મહત્તમ 15% સુધી શેર ભારાંક મર્યાદિત છે. જૂન અને ડિસેમ્બરમાં ઇન્ડેક્સ અર્ધ-વાર્ષિક રીતે પુનઃસંતુલિત થશે. હાલમાં, ઇન્ડેક્સમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, એનબીએફસી, એક્સચેન્જો, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, વીમો, કાર્ડ પેમેન્ટ અને ફિનટેક વગેરેનો સમાવેશ થાય છે. મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના એમડી અને સીઇઓ નવીન અગ્રવાલએ જણાવ્યું હતું કે, ભારતની શહેરી વસ્તી વર્તમાન 35%થી વધીને 50% થવાની તૈયારીમાં છે, આ સ્થળાંતર જૂની અસ્કયામતો (ટર્મ ડિપોઝિટ)માંથી નવી અસ્કયામતો (મૂડી બજારો અને વીમા)માં નાણાં ટ્રાન્સફરને વેગ આપશે અને વપરાશી અર્થતંત્રમાં એટલે કે ધિરાણની ઉચ્ચ માંગમા વધારો કરશે.” મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના પેસિવ ફંડના વડા પ્રતિક ઓસ્વાલએ જણાવ્યું હતું કે, “મોતીલાલ ઓસવાલ S&P બીએસઇ ફાયનાન્સિયલ સર્વિસ એક્સ બેન્ક 30 ઈન્ડેક્સ ફંડ રોકાણકારોને નોન-બેંકિંગ નાણાકીય ક્ષેત્રમાં રોકાણ કરવાની પ્રથમ તક આપે છે.
મોતીલાલ ઓસ્વાલ S&P બીએસઇ હેલ્થકેર ઇટીએફ
S&P બીએસઇ હેલ્થકેર ટોટલ રિટર્ન ઇન્ડેક્સ રોકાણકારોને S&P બીએસઇ ઓલ કેપમાં સમાવિષ્ટ કંપનીઓમાં એક્સપોઝર પ્રદાન કરવા માટે રચાયેલ છે જે હેલ્થકેર સેક્ટરના સભ્યો તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં તેનું પુનર્ગઠન કરવામાં આવે છે. હાલમાં, ઇન્ડેક્સ ફાર્માસ્યુટિકલ્સ, હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક, મેડિકલ ઇક્વિપમેન્ટ વગેરેમાં ફેલાયેલા 97 ઘટકોનો બનેલો છે. આ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ લિસ્ટેડ હેલ્થકેર વિશ્વના 99% કરતાં વધુને આવરી લે છે. મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના એમડી અને સીઇઓ નવીન અગ્રવાલએ જણાવ્યું હતું કે, “મોતીલાલ ઓસ્વાલ એએમસી ખાતે, અમે મુખ્ય સેગમેન્ટમાં પેસિવ ફંડના વિકલ્પો પ્રદાન કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. આરોગ્ય સંભાળ ઉદ્યોગ છેલ્લા 14 વર્ષોમાં 14 ગણો વિકાસ પામ્યો છે. મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના પેસિવ ફંડના વડા પ્રતિક ઓસવાલએ જણાવ્યું હતું કે આ બન્ને ફંડ્ઝના એનએફઓ દરમિયાન રોકાણકારો વઘુત્તમ રૂ. 500 અને ત્યાર બાદ રૂ. 1/-ના ગુણાંકમાં રોકાણ કરી શકે છે. મોતીલાલ ઓસ્વાલ S&P બેસઇ હેલ્થકેર ઇટીએફના એનએફઓ બાદ રોકાણકારો 1 યુનિટીની આસપાસના અને ત્યાર બાદ ગુણાંકમાં સ્કીમના યુનિટ્સની ખરીદી/વેચાણ કરી શકે છે અથવા તો રૂ. 25 કરોડથી વધુની રકમમાં સબસ્ક્રિપ્શન/રિડીમ્પશન માટે મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડનો સંપર્ક કરી શકે છે.