વ્હાઇટ ઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે મિડકેપ અને ટેક્સ સેવર ફંડ લોન્ચ કર્યુ
મુંબઇ: વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે આજે બે ન્યુ ફંડ ઓફર્સ (એનએફઓ) લોન્ચ કર્યા છે – ‘વ્હાઇટઓક કેપિટલ મિડકેપ ફંડ’ અને ‘વ્હાઇટઓક કેપિટલ કેપિટલટેક્સ સેવર ફંડ’. મિડકેપનો એનએફઓ 30 ઓગસ્ટ 2022ના રોજ બંધ થાય છે ત્યારે ટેક્સ સેવર ફંડ એનએફઓ 23 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે. આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ્સ છે, જેમાં મિડકેપ ભંડોળ મહદઅંશે મિડ-કેપ શેરોમાં રોકાણ કરવાની ઇચ્છા રાખે છે અને ટેક્સ સેવર ફંડ વ્યાપક વૈવિધ્યકરણ માટે માર્કેટ કેપ્સમાં રહેલી કંપનીઓમાં રોકાણ કરે છે. રેગ્યુલર અને ડાયરેક્ટ યોજનાઓ રોકાણકારો માટે ઉપલબ્ધ રહેશે.
મિડકેપ ફંડ – ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે મહદઅંશે મિડ-કેપ શેરોમાં રોકાણ કરશે | કેપિટલ ટેક્સ સેવર ફંડ – ઓપન એન્ડેડ ELSS 3 વર્ષનો કાયદેસરનો લોકઇન, કરલાભો ધરાવશે |
લગભગ 65% પોર્ટફોલિયો મિડ-કેપ શેરોનો સમાવેશ કરશે. બાકીની ફાળવણી લાર્જ કેપ્સ અને સ્મોલકેપ્સ બંને તરફ હશે. ફંડ S&P BSE મિડકેપ 150 TRI સામે બેન્ચમાર્ક છે. મિડ-કેપ શેરોનો સમાવેશ કરતા પોર્ટફોલિયોનું રોકાણ અને સંચાલન કરવાનો પ્રાથમિક ધ્યેય છે. નિફ્ટી મિડકેપ 150 TRIએ છેલ્લા 10 વર્ષોમાં 17.5% CAGRનું વળતર પેદા કર્યું છે. | વ્હાઇટઓક કેપિટલ ટેક્સ સેવર ફંડ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ કર કપાત માટે લાયક ઠરે છે અને લાંબા ગાળે સંપત્તિ સર્જનની તકો સાથે ત્રણ વર્ષનો લોક-ઇન સમયગાળો ધરાવે છે. ફંડનું રોકાણ માર્કેટ કેપ અને સેક્ટરની કંપનીઓમાં કરવામાં આવશે. ફંડને S&P BSE 500 TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવશે. |
SIP રૂટ દ્વારા લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે મિડ-કેપ સેગમેન્ટ રોકાણનો સારો વિકલ્પ બની શકે છે. વ્હાઇટઓક કેપિટલ ગોલ એસઆઈપી, વ્હાઇટઓક કેપિટલ ફ્લેક્સી એસઆઈપી અને વ્હાઇટઓક કેપિટલ ટોપ અપએસઆઈપીનો સમાવેશ થાય તેવા વધારાના વિકલ્પો સાથે, રોકાણકારો પાસે એસઆઈપી વેરિઅન્ટ્સની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરવાની સાનુકૂળતા છે. વ્હાઇટઓક કેપિટલ માર્કેટ્સ ફંડના સીઇઓ આશિષ સોમૈયાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર રુચિ મેળવનાર ફ્લેક્સી કેપ ફંડની શરૂઆત પછી, મિડકેપ અને ટેક્સ સેવર ફંડ્સ ફરીથી રિટેલ-કેન્દ્રિત ઇક્વિટી ઓફરિંગ છે. અમારી પ્રાથમિકતા મૂળ ઉત્પાદન શ્રેણીને સ્થાને મૂકવાની અને સમાંતર રીતે અમારી ભૌગોલિક હાજરી અને વિતરણ સંબંધોનું નિર્માણ કરવાની છે. વ્હાઇટઓક કેપિટલ મ્ચુચ્યુઅલ ફંડના સીઆઇઓ રમેશ મંત્રીએ જણાવ્યું હતુ કે, મિડ અને સ્મોલકેપ સેગમેન્ટમાં સંબધિત રીતે ઓછું સંશોધન થયુ છે અને તે વિસ્તારમાં ભારે બિનકાર્યક્ષમતા પ્રવર્તતી હોવાના કારણે આલ્ફા જનરેશ માટે મોટી માત્રામાં ફળદ્રુપ છે.