Dreamfolks services ના આઇપીઓમાં 56 ટકા પ્રીમિયમથી લિસ્ટીંગ
અમદાવાદ: Dreamfolks services na રૂ. 562.10 કરોડના આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ થતાં રોકાણકારો ખુશખુશાલ થઈ ગયાં છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 326 સામે બીએસઈ ખાતે 54.91 ટકાના ઉછાળા સાથે રૂ. 505, જ્યારે NSE પર 56.04 ટકાના ઉછાળા સાથે રૂ. 508.70ની સપાટીએ લિસ્ટિંગ કરાવ્યુ છે. લિસ્ટિંગની થોડી જ ક્ષણોમાં 550ની ઓલટાઈમ ટોચે પહોંચી જતાં 68.71 ટકા રિટર્ન નોંધાયુ હતું. જોકે પાછળથી 451 થઈ ગયા બાદ બપોરે 12.38 કલાકે heavy profit બુકિંગ ના કારણે શેરનો ભાવ ઘટી 473 આસપાસ થઈ ગયો હતો.