અમદાવાદઃ આઈનોક્સ ગ્રીન એનર્જીનો આઇપીઓ 6.92 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થવા સાથે ગાજ્યા મેહ વરસ્યા નહિં નો વસવસો રોકાણકારોને કરાવ્યો છે. રૂ. 65ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર રૂ. 60.50ના ભાવે લિસ્ટેડ થયા બાદ 11 વાગ્યા સુધીમાં રૂ. 63.95ની ટોચ નોંધાવી રૂ. 60.15 આસપાસ 11.21 કલાક દરમિયાન ટ્રેડ થવા સાથે માર્કેટ કેપ રૂ. 1769.15 કરોડ થઈ હતી.

આઈનોક્સે રૂ. 65ની ઈશ્યૂ પ્રાઈઝ સાથે આઈપીઓ હેઠળ રૂ. 740 કરોડ એકત્ર કર્યા હતા. ગ્રે માર્કેટમાં આઈનોક્સના પ્રિમિયમ છેલ્લા બે દિવસથી ડિસ્કાઉન્ટ થયા હતા. શેરબજારોની અસ્થિરતામાં કેઈન્સ, બિકાજી અને ગ્લોબલ હેલ્થની માફક આઈનોક્સ ગ્રીન પ્રિમિયમે લિસ્ટેડ થવામાં નિષ્ફળ રહ્યો હતો.

વિન્ડ ટર્બાઇન જનરેટર ઉત્પાદક આઇનોક્સ વિન્ડની પેટાકંપની Inox Green આઈપીઓ હેઠળ એકત્રિત ફંડમાંથી રૂ. 370 કરોડ દેવાની ચૂકવણી માટે ઉપયોગમાં લેશે. કંપની પર જૂન ત્રિમાસિક દરમિયાન રૂ. 860 કરોડથી વધુ બાકી દેવુ હતુ.

આઈપીઓ લિસ્ટિંગ એટ અ ગ્લાન્સ

ઈશ્યૂ સાઈઝ740
ઈશ્યૂ પ્રાઈઝ65
બીએસઈ લિસ્ટિંગ60.50
ગેઈન7 ટકા ડિસ્કાઉન્ટ
લોટદીઠ નુકસાનરૂ. 241

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં હાજરી સાથે, કંપની લાંબા ગાળાની કામગીરી અને જાળવણી દ્વારા Inox વિન્ડ દ્વારા વેચવામાં આવતા તમામ વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) માટે વિશિષ્ટ કામગીરી અને જાળવણી સેવાઓ પ્રદાન કરે છે.

નિષ્ણાતના મતે આઈનોક્સ શેર વ્યૂહ

મોટાભાગના O&M કોન્ટ્રાક્ટ્સ માટે પેરેન્ટ કંપની પર નિર્ભરતા ભવિષ્યના ઓર્ડરના પ્રવાહમાં મ્યૂટ ગ્રોથ તરફ સંકેત આપે છે. બેલેન્સશીટમાં સતત સુધારાનો પ્રયાસ ફંડામેન્ટલ્સને મજબૂત બનાવવાની સાથે ગ્રીન એનર્જી પર વધતુ ફોકસ ફેન્સીમાં પણ વધારો કરી શકે છે. – ચિરાગ શાહ, એનાલિસ્ટ, ICICIdirect

લિસ્ટિંગ એક નજરે

ઇશ્યૂ પ્રાઇસરૂ. 65
ખુલ્યો60.50
વધી63.95
ઘટીરૂ. 59.20
છેલ્લો60.35
ઘટાડોરૂ. 4.85
ઘટાડો7.46 ટકા

(11.30 કલાકની સ્થિતિ અનુસાર)