કેફીન ટેકનોલોજીસ રૂ. 2400 કરોડનો આઇપીઓ યોજશે
મ્યુચ્યુઅલ ફંડ્સ, અલ્ટરનેટિવ ઇન્શ્યોરેન્સ અને પેન્શન જેવા તમામ એસેટ ક્લાસ માટે ફાઇનેન્શિયલ ટેક્નોલૉજીથી સંબંધિત સેવાઓ પૂરી પાડતી કંપની કેફીન ટેકનોલોજીસ અત્યારસુધી આઇપીઓ રજિસ્ટ્રાર તરીકે કામ કર્યા પછી ખૂદના આઇપીઓ માટેની તૈયારી કરી રહી છે. કંપનીએ રૂ. 2400 કરોડના આઇપીઓ માટે સેબી સમક્ષ અરજી દાખલ કરી છે. જે સંપુર્ણપણે ઓફર ફોર સેલ હશે. તે અનુસાર કંપનીના વર્તમાન પ્રમોટર જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ તરફથી આ ઓફર યોજાશે. કંપની હાલમાં 74.94 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે.
કંપનીની કામગીરી અંગે
કંપની રોકાણકારો અને ઇશ્યૂઅર્સ (નિર્ગમકર્તાઓ)ને તેની સેવાઓ આપે છે. કંપની તેના પ્લેટફૉર્મ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ, અલ્ટરનેટિવ ઇન્શ્યોરેન્સ અને પેન્શન જેવા તમામ એસેટ ક્લાસ માટે ફાઇનેન્શિયલ ટેક્નોલૉજીથી સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરે છે. કંપની ભારતના સિવાય મલેશિયા, ફિલિપાઈન્સ, હોંગકોંગ, ઓમાન અને માલદીવમાં પણ કારોબાર કરે છે.
કંપનીની નાણાકીય કામગીરી
ડિસે-21ના અંતે પુરાં થયેલા 9 માસ માટે રૂ. 458.66 કરોડ (રૂ. 338.83 કરોડ)ની આવકો ઉપર કંપનીનો નફો રૂ. 97.70 કરોડ (રૂ. 23.60 કરોડ) રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 માં કંપનીની આવક 48114 કરોડ રૂપિયા પર રહી હતી જ્યારે તેના પાછલા વર્ષ કંપનીની આવક 449.87 કરોડ રૂપિયા રહી હતી. નાણાકીય વર્ષ 2021માં કંપનીને 64.51 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી જ્યારે નાણાકીય વર્ષ 2020માં કંપનીને 4.52 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
કંપનીના બુક રનિંગ લિડર મેનેજર્સ
આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રા. લિ. અ જેફરીઝ ઇન્ડિયા છે.