અમદાવાદઃ કોલકાતા સ્થિત એફએમસીજી કંપની અન્નપુર્ણા સ્વાદિસ્ટનો એસએમઇ બુક બિલ્ડિંગ આઇપીઓ એનએસઇ ઇમર્જ ખાતે તા. 15 સપ્ટેમ્બરે ખુલી તા. 19 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ. 68-70 નક્કી કરી છે. જેમાં કંપની 43.22 લાખ શેર્સ ઓફર કરશે. ન્યૂનતમ અરજી 2000 શેર્સ અને તેના ગુણાંકમાં કરવાની રહેશે. કંપનીની પોષ્ટ ઇશ્યૂ પેઇડઅપ કેપિટલના 26.32 ટકા શેર્સ ઓફર કરવામાં આવ્યા છે. જેથી કંપનીની પેઇડઅપ કેપિટલ રૂ. 12.10 કરોડથી વધી રૂ. 16.42 કરોડ થશે.

કંપનીના બે પ્લાન્ટ હાલ કાર્યરત

કંપની આસનસોલ અને સિલીગુડી એમ બે પ્લાન્ટ ધરાવે છે. કંપની આસનસોલ ખાતે 15  MT ફ્રાયમ્સ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. જદ્યારે સિલિગુડી પ્લાન્ટની ક્ષમતા 10 MTની છે.

કંપની ગુરાપ અને ધુલાગઢ ખાતે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ સ્થાપી રહી છે. તે ઉપરાંત કંપની 100 MTની ક્ષમતા વાળી ફ્લોર મિલ પણ સ્થાપવા જઇ રહી છે. જેનો અંદાજિત ખર્ચ રૂ. 17.09 કરોડ થવા જાય છે. જેનું ફન્ડિંગ કંપની આઇપીઓ મારફત મેળવવાની દરખાસ્ત ધરાવે છે.

નાણાકીય કામગીરી એક નજરે

કંપનીએ માર્ચ-22માં આવકો રૂ. 11.67 કરોડ(માર્ચ-19)થી વધી રૂ. 61.04 કરોડ નોંધાવી છે. જ્યારે તેનો ચોખ્ખો નફો રૂ. 0.28 કરોડથી વધી રૂ. 2.40 કરોડ થયો છે. કંપની રૂ. 3.47 કરોડના લાંબાગાના દેવા ધરાવે છે. તેનો ડેટ-ઇક્વિટી રેશિયો 1.26 રહ્યો છે.

ઇશ્યૂ અંગેની ડિટેઇલ્સ

Issue OpenSeptember 15, 2022
Issue CloseSeptember 19, 2022
Price Brand₹68-70
BidsMinimum 2,000 and multiples
Listing onNSE Emerge