અમદાવાદ, 15 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિ.એ વિવિધ એપ્લીકેશન્સ માટે વિવિધ સેગમેન્ટના ગ્રાહકો માટે 60થી 600 લિટર્સ સુધીની ક્ષમતામાં ઊર્જા સક્ષમ અને ઇકો-ફ્રેન્ડલી ડીપ ફ્રીઝર્સની વ્યાપક નવી રેન્જ લોન્ચ કર્યાની જાહેરાત કરી છે. નવી રેન્જના ડીપ ફ્રીઝર્સ વધુ સ્ટોરેજ, વધુ કૂલિંગ ક્ષમતા અને ઉચ્ચ ટેક્નોલોજી ધરાવે છે જે વધુ સક્ષમ કૂલિંગ માટે મોટાપાયે હીટ ટ્રાન્સફર સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત તે સુપર ટ્રોપિકલાઇઝ્ડ છે અને 47 ડિગ્રી સેલ્સિયસના આકરા તાપમાનમાં પણ કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

સ્માર્ટ આઈ સાથે એલીગન્ટ કંટ્રોલ પેનલ્સ અને એલઈડી લાઇટ સાથે સ્ક્વેર ડિઝાઇનચારેય બાજુએથી યુનિફોર્મ અને ઓપ્ટિમમ કૂલિંગ સુનિશ્ચિત કરે તેવી ક્વોડ્રાકૂલ ટેક્નોલોજી
160વોટથી 270વોટ સુધીની વિશાળ ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જ તેમજ સ્ટોરેજ ક્ષમતાની વ્યાપક રેન્જડેરી, આઈસક્રીમ, ફ્રોઝન ફૂડ, રેસ્ટોરાં, કન્વીનિયન્સ સ્ટોર્સ, હોસ્પિટાલિટી અને સુપરમાર્કેટ્સ એપ્લિકેશન્સ

કંપની દ્વારા મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર ધ ગ્લોબ પહેલ

કંપની સમગ્ર ડીપ ફ્રીઝર રેન્જ હવે વાડા ખાતે બ્લૂ સ્ટારની મોર્ડન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં સંપૂર્ણપણે બનાવવામાં આવે છે જે મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ પહેલ કરે છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં 60 લિટર્સથી શરૂ થતી સમગ્ર રેન્જના ઉત્પાદન માટે વધારાના મૂડીખર્ચનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેને ડીપ ફ્રીઝર્સ માટે બીઆઈએસ સર્ટિફિકેશન પણ મળ્યું છે. નવો પ્લાન્ટ 3 લાખ ડીપ ફ્રીઝર્સ અને 1 લાખ વોટર કૂલર્સની સ્થાપિત વર્તમાન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. વાડા ઉપરાંત અમદાવાદ ખાતેનો પ્લાન્ટ ડીપ ફ્રીઝર્સના ઉત્પાદન માટે સમર્પિત છે.

ડિસ્ટ્રીબ્યુશન અને સર્વિસ નેટવર્કનો વિસ્તાર

બ્લૂ સ્ટાર 2,100 સેલ્સ અને સર્વિસ ચેનલ પાર્ટનર્સ 900 શહેરોમાં ધરાવે છે. અમદાવાદમાં એક મુલાકાત દરમિયાન બ્લૂ સ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બી. થિયાગરાજને જણાવ્યું હતું કે કમર્શિયલ રેફ્રિજરેશનના ક્ષેત્રે લીડર તરીકે અમે સિલ્ક ઇન્ડસ્ટ્રી માટે પણ સ્પેશિયલાઇઝ્ડ એપ્લિકેશન્સ સહિત સેવાઓ પૂરી પાડીએ છીએ. કોમર્શિયલ રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઇન સોલ્યુશન્સ માટેનું માર્કેટ આગામી વર્ષોમાં જંગી વૃદ્ધિની સંભાવના ધરાવે છે.

કોલ્ડ ચેઇન પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ માટે કોમર્શિયલ રેફ્રીજરેશન વ્યવસાય

ડીપ ફ્રીઝર્સ ઉપરાંત કંપની દેશમાં વધતી તકોનો લાભ લેવા માટે તેના કોમર્શિયલ રેફ્રિજરેશન બિઝનેસને વધારવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે. બ્લૂ સ્ટારે કોલ્ડ ચેઇન પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સનો બહોળો પોર્ટફોલિયો વિકસાવ્યો છે જે હોર્ટિકલ્ચર, ફ્લોરીકલ્ચર, કેળા પકવવા, ડેરી, આઇસક્રીમ, પોલ્ટ્રી, પ્રોસેસ્ડ ફૂડ્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરાં, હોરેકા, સેરીકલ્ચર, મરીન, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર સહિતના તમામ સેગમેન્ટને સેવાઓ પૂરી પાડે છે. આ પ્રોડક્ટ્સને મલ્ટીપલ કેટેગરીમાં અને સોલ્યુશન્સમાં વહેંચવામાં આવે છે.

કંપની દ્વારા લોન્ચ કરાયેલી અન્ય પ્રોડક્ટ્સ

મર્ચન્ડાઇઝિંગ ડીપ ફ્રીઝર્સબોટલ કૂલર્સ, વિઝી કૂલર્સસુપરમાર્કેટ રેફ્રિજરેશન
વોટર ડિસ્પેન્સિંગ સોલ્યુશન્સકોમર્શિયલ કિચન રેફ્રિજરેશન સોલ્યુશન્સકૂલર્સ/ફ્રીઝર્સ, અંડરકાઉન્ટર્સ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)