તા. 30 એપ્રિલના અંતે પુરા થયેલા માસ માટે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની એયુએમ રૂ. 38.88 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ આંબી ગઇ છે. જે વાર્ષિક ધોરણે 17 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ફોલિયોની સંખ્યા પણ 33 ટકા વધી 131294541ની નવી ટોચે પહોંચી છે. રિટેલ ફોલિયોની સંખ્યા પણ 27 ટકાની વૃદ્ધિ સાથે 104744862 થઇ ગઇ છે. છેલ્લા 12 માસમાં 2.22 કરોડ નવા ફોલિયોનો ઉમેરો થયો છે.

મન્થલી એસઆઇપીમાં જોકે ઘટાડો નોંધાયો

મન્થલી એસઆઇપીમાં જોકે 464.82 કરોડના ઘટાડા સાથે રૂ. 11863.09 કરોડની થઇ છે. જોકે એસઆઇપીઓ એકાઉન્ટ્સની સંપ્યા 5.39 કરોડની નવી ટોચે પહોંચી છે. જે માર્ચ-22માં 5.27 કરોડ હતી. એપ્રિલ દરમિયાન 21.83 લાખ નવી એસઆઇપી નોંધાઇ છે. જેના કારણે એસઆઇપી એયુએમ રૂ. 5.78 લાખ કરોડે પહોંચી છે.

ડેટ સ્કીમ્સમાં રૂ. 54756.60 કરોડનો ફ્લો

ચાલુ કેલેન્ડર વર્ષની શરૂઆતથી ઇક્વિટી માર્કેટમાં ચાલી રહેલી અનિશ્ચિતતાના કારણે ડેટ ઓરિએન્ટેડ સ્કીમ્સમાં નવો ફ્લો રૂ. 15890.238 કરોડનો રહેવા સાથે કુલ ફ્લો રૂ. 54756.60 કરોડનો થયો છે. હાઇબ્રીડ સ્કીમ્સમમાં રૂ. 7240.19 કરોડ સોલ્યુશ ઓરિએન્ટેડ સ્કીમ્સમાં 111.94 કરોડ ઇન્ડેક્સ ફંડ્સમાં 6061.86 કરોડ, ઈટીએફમાં 8662.80 કરોડનો ફ્લો નોંધાયો છે.

ગોલ્ડ ઇટીએફમાં રૂ. 1100.37 કરોડનો ફ્લો

ગોલ્ડ ઇટીએફમાં ફ્લો રૂ. 1100.37 કરોડનો રહેવા સાથે એફઓએફ ઓવરસીઝમાં નેટ ફ્લો રૂ. 62.17 કરોડનો નોંધાયો છે.