સૌથી વધુ ઘટેલા શેરોની યાદી

સ્ક્રિપ્સપાંચ વર્ષ પહેલાંછેલ્લો બંધઘટાડો
Vodafone Idea5013.9539.90%
Yes Bank24021.4088.33%
Indiabulls Housing82021773.76%

અમદાવાદ, 15 ડિસેમ્બરઃ સેન્સેક્સ આજે 71492.01 અને Nifty 50 21465.90ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. માર્કેટની મોટાભાગની સ્ક્રિપ્સ એકંદરે પોઝિટીવ રિટર્ન આપી રહી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં વોડાફોન આઈડિયા, યસ બેન્ક, આઈઓસીએલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ તથા ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરોમાં રોકાણકારોની સૌથી વધુ મૂડી ધોવાઈ છે.

મોતીલાલ ઓસ્વાલના 2018-2023ના વેલ્થ ક્રિએશન સ્ટડી અનુસાર, વોડાફોન આઈડિયા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વેલ્થ ડિસ્ટ્રોયર કરનાર તરીકે ઉભરી આવી છે. મુશ્કેલીમાં મુકાયેલા ટેલિકોમ ઓપરેટરે છેલ્લા પાંચ વર્ષમાં 1.34 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનો નાશ કર્યો છે.

બંધન બેન્ક, કોલ ઈન્ડિયા, ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ, જનરલ ઈન્સ્યોરન્સ અને ઈન્ડસ ટાવર્સ પણ સૌથી વધુ કડાકો નોંધાવનારની ટોપ-10ની યાદીમાં સામેલ હતા. સંયુક્ત રીતે, આ કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 5.6 લાખ કરોડની મૂડી ધોવાઈ હતી.

ફાઈનાન્સિયલ સેક્ટરમાં સૌથી વધુ નુકસાન

રિપોર્ટ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ સેક્ટરની સ્ક્રિપ્સમાં રોકાણકારોના કુલ 17 લાખ કરોડ ધોવાયા છે. જે ટોચની 100 કંપનીઓ દ્વારા કરવામાં આવેલા વેલ્થ ક્રિએશનની તુલનાએ 25 ટકા છે. જેમાં ફાઈનાન્સિયલ શેરોમાં સૌથી વધુ 29 ટકાનો કડાકો નોંધાયો છે. તદુપરાંત ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર તથા રિટેલ સેગમેન્ટમાં પણ મૂડી ઘટી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી બ્રોકરેજ હાઉસના રિપોર્ટ અને મંતવ્યોના આધારે છે.)