INOXCVAએ MRI મેગ્નેટ સિસ્ટમ માટે ભારતની પ્રથમ સ્વદેશી ડિઝાઇન 4K હિલિયમ ક્રાયોસ્ટેટનું નિર્માણ કર્યું
એમઆરઆઈ મેગ્નેટ સિસ્ટમ સ્વદેશી રીતે બનાવનાર ભારત વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો
વડોદરા, 10 એપ્રિલ: ભારતીય બહુરાષ્ટ્રીય કંપની અને ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને રી-ગેસ સોલ્યુશન્સ પ્રદાતા, INOXCVAએ હૉલ-બૉડી 1.5ટી સુપરકન્ડક્ટીંગ એમઆરઆઈ મેગ્નેટ સિસ્ટમ માટે ભારતના સૌપ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ ઝીરો-બોઇલ-ઓફ 4K હિલીયમ ક્રાયોસ્ટેટનું નિર્માણ પૂર્ણ કર્યું છે. એમઆરઆઈક્રાયોસ્ટેટનું ફેબ્રિકેશન ગુજરાતમાં વડોદરા ખાતેના તેમના અત્યાધુનિક પ્લાન્ટ ખાતે હાથ ધરવામાં આવ્યું હતુંએમઆરઆઈ મેગ્નેટ સિસ્ટમને આઈ-અમૃત 1.5, એટલે કે ભારતીય અદ્યતન MRI ટેકનોલોજી 1.5 નામ આપવામાં આવ્યું છે.
આ ક્રાયોસ્ટેટ ઇન્ટર-યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર (IUAC), નવી દિલ્હી ખાતે ઇન્ડિજેનસ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (IMRI) પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ડૉ. સૌમેન કારના નેતૃત્વમાં વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને રીસર્ચ ફેલોની ટીમ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મિશન મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગના વિકાસ પર પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રોજેક્ટ આઇએમઆરઆઇ પ્રોજેક્ટના ચીફ ઇન્વેસ્ટિગેટર શ્રી રાજેશ હર્ષના નેતૃત્વ હેઠળ, SAMEER (સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ), મુંબઈ ખાતે IUAC, સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (સી-ડેક)ના સહયોગથી શરૂ કરવામાં આવ્યો હતો અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતુ.