ગુડગાંવ સ્થિત લોજિસ્ટીક સ્ટાર્ટઅપ કંપની Delhiveryનો આઇપીઓ બુધવારે ખુલી રહ્યો છે. તા. 13 મેના રોજ બંધ થશે. દેશમાં કુલ 19300 પિન કોડ્સ છે. તેમાંથી 88 ટકા પિન કોડ્સ વાળી જગ્યા પર આ ડિલીવરી સર્વિસેજ આપે છે. કંપની રૂ. 5235 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. અગાઉ કંપનીએ રૂ. 7460 કરોડના આઇપીઓની યોજના ઘડી હતી. પરંતુ સેકન્ડરી માર્કેટની વર્તમાન સ્થિતિ જોઇને ઇશ્યૂ સાઇઝ ઘટાડવી પડી છે. આ આઈપીઓમાં કંપની રૂ. 4000 કરોડના નવા શેર્સ ઓફર કરશે. અને રૂ. 1235 કરોડની ઓફર સેલ હશે. સેબી સમક્ષ રજૂ કરેલા ડ્રાફ્ટની વિગતો અનુસાર કંપનીએ હજી સુધી પ્રોફીટ નથી કર્યો. ડિસે.-21ના અંતે પુરાં થયેલા 9 માસમાં રૂ. 891.14 કરોડની ખોટ નોંધાવીહતી. અગાઉના 2020-21ના વર્ષમાં પણ કંપનીએ રૂ. 415.7 કરોડની ખોટ નોંધાવી હતી. રૂ. 1ની ફેસવેલ્યૂ અને રૂ. 462- 487ની પ્રાઇસ બેન્ડ, 30 શેર્સનો લોટ રહેશે. વિવિધ એનાલિસ્ટ્સના મત અનુસાર કંપનીનું ઓપરેશનલ મોડલ જોખમી છે. કંપની બીજા વર્ટિકલ્સમાં ડાવર્સિફાય કરવા છતાં ઈ-કૉમર્સ પર તેની ખૂબ વધારે નિર્ભરતા છે. ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ્સ અને સ્ટાફ માટે તેની નિર્ભરતા નેટવર્ક પાર્ટનર્સ અને થર્ડ પાર્ટીઝ પર છે.

ઇશ્યૂ એનાલિસિસઃ હાલના તબક્કે રોકાણકારોની માહિતી માટે જ એનાલિસિસની જરૂર જણાતી નથી. ભરવામાં નુકસાન થઇ શકે. નહિં ભરવામાં કદાચ નફાથી વચિંત રહેવાય.