મ્યુચ્યુઅલ ફંડ્સએ ઓગસ્ટમાં HDFC બેન્કના રૂ.8200 કરોડથી વધુના શેર વેચ્યા
અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ મ્યુચ્યુઅલ ફંડ્સે લગભગ 5.06 કરોડ શેર વેચ્યા હતા, જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સ એ રૂ. 45,000 કરોડના શેરો મેળવ્યા હતા. 41 મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટમાં HDFC બેન્કમાં રૂ. 2.51 લાખ કરોડના 153.87 કરોડ શેરો રાખ્યા હતા, જે જુલાઈમાં રૂ. 2.59 લાખ કરોડના 158.93 કરોડ શેર હતા. HDFC BANK એ રૂ. 8,200 કરોડ સુધીના શેર વેચ્યા છે, જેના કારણે 41માંથી 23 ફંડોએ તેમની પોઝિશનમાં ઘટાડો કર્યો છે,કોટક મહિન્દ્રા MF, Quant MF અને SBI મ્યુચ્યુઅલ ફંડ જેવા નામો સામેલ છે.
કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડે રૂ. 4,188 કરોડના અંદાજે 2.56 કરોડ શેર વેચ્યા હતા. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે રૂ. 2,827 કરોડની કિંમતના 1.73 કરોડ શેર વેચીને હિસ્સો છોડી દીધો, જ્યારે SBI મ્યુચ્યુઅલ ફંડે રૂ. 1,110 કરોડના મૂલ્યના 68 લાખ શેર વેચ્યા. આદિત્ય બિરલા સન લાઇફ એમએફ (રૂ. 718 કરોડ), ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ (રૂ. 604 કરોડ), એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ (રૂ. 250 કરોડ), અને ટાટા મ્યુચ્યુઅલ ફંડ (રૂ. 233 કરોડ)નો સમાવેશ થાય છે.. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ HDFC BANK એ રૂ. 1,947 કરોડના 1.19 કરોડ શેર હસ્તગત કર્યા હતા, ત્યારબાદ UTI મ્યુચ્યુઅલ ફંડ (રૂ. 251 કરોડ) અને નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ (રૂ. 238 કરોડ) હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)