મુંબઈ, 17 મે: બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા BNP પરિબા વેલ્યુ ફંડની રજૂઆતની જાહેરાત કરી છે, જે વેલ્યુ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ફંડનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના રોકાણકારો માટે સંપત્તિનું સર્જન કરવાનો છે. ફંડ માને છે કે ઇક્વિટી બજારોમાં બહુવિધ સ્તરો પર મૂલ્યસભર તકો ઉપલબ્ધ છે: અ) બ્રોડ માર્કેટ સામાન્ય રીતે 2008માં જીએફસી અથવા 2020માં કોવિડ મેલ્ટડાઉનમાં જોવા મળેલી કટોકટી જેવી સ્થીતીમાં વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. આ સમગ્ર બજારમાં આકર્ષક તકો પૂરી પાડી શકે છે; બ) ટૂંકા ગાળાના પુરવઠા શૃંખલામાં વિક્ષેપ, નિયમનકારી ફેરફારો, વગેરે જેવા સેક્ટર સ્પેસિફિક પડકારો ક્ષેત્ર સ્તરે મૂલ્યસભર તકો પૂરી પાડે છે; અને ક) અંતે, અમારા ઊંડા સંશોધન દ્વારા કંપની સ્પેસિફિક તકો મેળવાશે. આ સ્કીમ ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનો (65% – 100%), ડેટ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (0% – 35%), આરઈઆીટી  અને ઈન્વીઆઈટી (0% – 10%) દ્વારા ઈશ્યુ કરાયેલા યુનિટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના યુનિટ્સમાં રોકાણ (0% – 10%) કરશે. એનએફઓ 17 મે, 2023 ના રોજ ખુલે છે અને 31 મે, 2023 ના રોજ બંધ થાય છે.