વિશ્વનું પ્રથમ બિટકોઈન સીટી તૈયાર થઇ રહ્યુ છે. અલ સ્લવાડોરના પ્રેસિડન્ટ નાયિબ બુકેલેએ સોશિયલ મીડિયા પર પોતાના દેશમાં પ્રથમ બિટકોઈન શહેરની સુંદર તસવીરો શેયર કરી છે. જે વિશ્વમાં પ્રથમ ક્રિપ્ટો સંચાલિત શહેરની ઝાંખી આપી રહી છે. અલ સાલ્વાડોલરના ઉત્તર-પૂર્વીયમાં આવેલા ફોનસેકા પર સ્થિત કોન્ચાગુઆ જ્વાળામુખી નજીક બિટકોઈન સીટી બનાવવામાં આવી રહી છે. જેમાં રેસિડેન્શિયલ અને કોર્મર્શિયલ વિસ્તારોને આવરી લેવામાં આ‌વશે. શહેરનું સેન્ટ્રલ પ્લાઝા બિટકોઈન સિમ્બોલ જેવુ દેખાઈ રહ્યુ છે. બિટકોઈન આધારિત બોન્ડ મારફત ફંડ એકત્ર કરી બિટકોઈન સીટી તૈયાર કરવામાં આ‌વ્યુ છે. જ્વાળામુખી નજીક શહેર તૈયાર કરવા પાછળનો હેતુ જ્વાળામુખીમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ બિટકોઈન માઈનિંગ માટે કરવાનો છે.