ક્રિપ્ટોમાં સોદા ભારતમાં અમાન્ય હોવાથી આવી પ્રવૃત્તિ સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે

ક્રિપ્ટો એસેટ્સને ન તો સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 અથવા SCRA હેઠળ સિક્યોરિટીઝ તરીકે માન્યતા અપાઇ છે કે, નથી કેન્દ્ર સરકારે પણ તેને સિક્યોરિટી તરીકે ગ્રાહ્ય રાખી હોવાનો ઉલ્લેખ કરવા સાથે સેબીએ ક્રિપ્ટોઝને સમર્થન આપતાં વિવિધ સેલિબ્રિટિઝ સામે ચેતવણી ઉચ્ચારી છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ કોઈપણ પ્રકારની જાહેરાતમાં ક્રિપ્ટો ઉત્પાદનોને સમર્થન આપતી પોપ્યુલર પર્સનાલિટી, સ્પોર્ટ્સમેન, ફિલ્મી સિતારો સહિતની અગ્રણી જાહેર વ્યક્તિઓને ચેતવણી આપી છે કે ક્રિપ્ટો અનિયંત્રિત એન્ટિટી છે તેના આધારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અથવા અન્ય કોઈપણ કાયદાના સંભવિત ઉલ્લંઘનના કિસ્સામાં સમર્થન આપવા માટે કોઈપણ અગ્રણી જાહેર વ્યક્તિ જવાબદાર ઠરી શકે છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી પણ થઇ શકે છે.

આપણા દેશમાં ક્રિપ્ટોસ અનિયંત્રિત છે

સેબીએ તેની પેનલના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરી છે કે, ક્રિપ્ટો ઉત્પાદનો અનિયંત્રિત હોવાથી તેને જાહેર  સમર્થન આપવું તે અંગે કોઈપણ જાહેરાતમાં ભાગ લેવો નિવેદન આપવું,  સંદેશ આપવો કે ઇવન મૌખિક નિવેદન, પ્રદર્શન અથવા નામ, હસ્તાક્ષર આપવાં અથવા કોઈપણ સંસ્થા અથવા સંસ્થાના નામ અથવા સીલનું નિરૂપણ જે ગ્રાહકને એવું માને છે કે તે આવી સમર્થન કરનાર વ્યક્તિના અભિપ્રાય, શોધ અથવા અનુભવને પ્રતિબિંબિત કરે છે. તે અમાન્ય છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. સંસદીય પેનલના મેમ્બર સાંસદોએ સેબીને ક્રિપ્ટોકરન્સી અંગે નાણા મંત્રાલય દ્વારા નિયંત્રણ માટે શું અને કેવાં પગલાં ભરાઇ રહ્યાછે તે અંગે માહિતી માગવામાં આવી હતી. તેના સંદર્ભમાં સેબીએ આ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે.

ક્રિપ્ટો અંગે સેબીએ કરેલી કેટલીક સ્પષ્ટતાઓ

  • ક્રિપ્ટો એસેટ્સ એ એસેટ્સનું ટોકનાઇઝ્ડ વર્ઝન છે
  • ક્રિપ્ટો એસેટ પર નિયમનકારીનો અમલ પડકારજનક હશે
  • ક્રિપ્ટો વ્યવહાર કરનારા સામે કાયદાના ભંગની કાર્યવાહી થઇ શકે