મુંબઇ, 7 જૂનઃ LED લાઇટ્સ બનાવતી કંપની IKIO લાઇટિંગના IPOને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. બીજા દિવસે 6.83 ગણો સબ્ક્રાઈબ્ડ થયો હતો. જેમાં એનઆઈઆઈ (NII) કેટેગરીમાં 15.99 ગણુ સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યુ છે. રિટેલ પોર્શન 5.92 ગણો, અને ક્યૂઆઇબી પોર્શન 1.37 ગણો ભરાયો હતો. ઓફર ફોર સેલ અંતર્ગત પ્રમોટર્સ દ્વારા શેર્સ ઈશ્યૂ કરાયા બાદ પોસ્ટ આઈપીઓ પ્રમોટર્સનો હિસ્સો 72.46 ટકા થશે. જે હાલ 100 ટકા છે.

આઈપીઓ માટે વિવિધ બ્રોકરેજ હાઉસની સલાહ

રૂ. 270-285ની પ્રાઈસ બેન્ડ ધરાવતા આઈપીઓ માટે મોટાભાગના બ્રોકરેજ હાઉસે સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. માર્કેટ લોટ 50 શેર્સનો છે. કંપની પાસે હજુ પણ વર્ચ્યુઅલ એકાધિકાર અને ફિલિપ્સ તેમના સૌથી મોટા ગ્રાહક તરીકે ચોક્કસ ઉત્પાદનો સાથે માર્કેટમાં સિંહફાળો ધરાવે છે. વિસ્તરણ યોજનાઓ સાથે મેનેજમેન્ટ આગળ જતા વલણો જાળવી રાખવા માટે વિશ્વાસ ધરાવે છે.

વિવિધ બ્રોકરેજની નજરે આઈપીઓ એટ એ ગ્લાન્સ

બ્રોકરેજ હાઉસભલામણ
Anand RathiApply
Axis CapitalNot Rated
Axis Securities LimitedNot Rated
Capital MarketNeutral
Choice Equity BrokingApply
Dilip DavdaMay Apply
Kotak SecuritiesNot Rated
Marwadi SharesApply
SBICAP SecuritiesApply
(સ્રોતઃ બીએસઇ વેબસાઇટના સાંજે 5.30 કલાકના આંકડાઓ અનુસાર)