નિફ્ટી ઇન્ટ્રા-ડે 16200ની નીચે ઉતર્યો, હવે તૂટે તો સાવચેત રહેજો!!
સેન્સેક્સના 38 પોઇન્ટના ઘટાડામાં તાતા સ્ટીલનો હિસ્સો 102 પોઇન્ટ!!
- સ્ટીલ પર નિકાસ ડ્યૂટી વધારતા મેટલ ઈન્ડેક્સ વર્ષના તળિયે
- સ્ટીલ મેજર શેર્સમાં 3- 17 ટકા સુધીનો જંગી કડાકો નોંધાયો
- ઇન્ટ્રા-ડે ટ્રેડમાં સેન્સેક્સ 605 પોઇન્ટ સુધર્યા બાદ સેલિંગ પ્રેશર
- સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 643 પોઇન્ટનું જંગી ધોવાણ
- માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ ટ્રેડેડ 3577માંથી 2048 સ્ક્રીપ્સ ઘટી
માર્કેટબ્રેડ્થ નેગેટિવ
ટ્રેડેડ | સુધર્યા | ઘટ્યા |
3577 | 1378 | 2048 |
નિફ્ટીએ 16200 પોઇન્ટની સપાટી જાળવવી અત્યંત જરૂરી
ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટી સોમવારે 16200 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટી નીચે ઉતરી ગયો હતો. જે દર્શાવે છે માર્કેટમાં કરેક્શનનું ઝેર હજી પુરેપુરું નીચોવાયું નથી. નિફ્ટીએ હવે 16330 પોઇન્ટની સપાટી ઉપર સળંગ 3 દિવસ બંધ આપવા ઉપરાંત 16400- 16450 પોઇન્ટની સપાટી ક્રોસ કરવી અત્યંત જરૂરી રહેશે. કારણે સમગ્ર મે માસ દરમિયાન માર્કેટનું મોરલ ખરડાતું રહ્યું છે. તેથી જો વધુ ખરડાય તો જનમાનસ સાવ ખખડી શકે છે.
સ્ટોક સ્પેસિફિક એપ્રોચ જાળવો, સ્ટોપલોસ હાથવગો રાખો
માર્કેટમાં ઓવરઓલ ચાલ કરેક્શનની હોવાથી ટ્રેડર્સ અને શોર્ટટર્મ ઇન્વેસ્ટર્સે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટોપલોસ હાથવગો રાખવો જરૂરી રહેશે.
આ સ્ટોક્સ ઉપર રાખો વોચ
અદાણી પાવર, અદાણી એનર્જી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી, તાતા એલેક્સી
બીએસઇ સેન્સેક્સ એક તબક્કે જ્યારે 134 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ બપોરે બે વાગ્યા સુધીમાં 605 પોઇન્ટ સુધર્યો ત્યારે માર્કેટમાં એવો માહોલ ક્રિએટ થયો હતો કે, બજાર ખેંચી નાંખશે. પરંતુ પરંતુ સ્ટીલ પર નિકાસ ડ્યૂટીની જાહેરાત, એફઆઇઆઇની એકધારી વેચવાલી, રશિયાના યુક્રેન ઉપર વધેલા હુમલા સહિતના કારણો પાછળ સેન્સેક્સ વધ્યા મથાળેથી 643 પોઇન્ટ તૂટ્યો હતો. છેલ્લે સેન્સેક્સ જોકે માત્ર 37.78 પોઇન્ટની નેગેટિવિટી સાથે બંધ રહ્યો હતો. પરંતું સેન્સેક્સના આજના ઘટાડામાં તાતા સ્ટીલનું કોન્ટ્રીબ્યુશન 102.95 પોઇન્ટનું રહ્યું હતું. જોકે સેન્સેક્સ પેકની બાકીની જાતોએ બાજી સંભાળી લીધી હતી.
તાતા સ્ટીલ, જેએસડબ્લ્યૂ, એનએમડીસી સહિતના મોટાભાગના સ્ટીલ શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. તાતા સ્ટીલમાં ઓગસ્ટ, 2015 બાદથી પ્રથમ વખત ઈન્ટ્રા ડે લોઅર સર્કિટ જોવા મળી હતી. ઈન્ટ્રા ડે 1003.15ની બોટમે પહોંચતા રોકાણકારોની મૂડીમાં 20 હજાર કરોડનો ઘટાડો થયો હતો. અંતે 12.53 ટકા તૂટી 1023 પર બંધ રહ્યો હતો. મેટલ ઈન્ડેક્સ ઈન્ટ્રા ડે 1836 પોઈન્ટ તૂટી 17423ની 52 વીક લો સપાટી બનાવી હતી. અંતે 8.33 ટકા ઘટી 17655.22 પર બંધ રહ્યો હતો. એનર્જી, હેલ્થકેર, ટેલિકોમ, ઓઈલ-ગેસ પણ 1 ટકાથી વધુ તૂટ્યા હતા.
સરકારે આયર્ન ઓર અને અમુક સ્ટીલ ઈન્ટરમિડિયેરીઝ પર એક્સપોર્ટ ડ્યુટી લાદતાં મેટલ સેક્ટરમાં નિરાશા જોવા મળી હતી. મેટલ ઈન્ડેક્સમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો નોંધાયો હતો. એક્સપોર્ટ ડ્યૂટી લાગૂ થતાં સેક્ટરની કેપેસિટી યુટિલાઈઝેશન પર પ્રતિકૂળ અસર થશે. ભારત સ્ટીલ પ્રોડ્કટ્સ માટે નિકાસની તકો ગુમાવી શકે છે. કુલ નિકાસોમાં તાતા સ્ટીલ, જેએસડબ્લ્યૂ, જેએસપીએલ જેવી મોટી સ્ટીલ કંપનીઓ 15થી 20 ટકા હિસ્સો ધરાવે છે.
મેટલ્સની મંદી એકનજરે
કંપની | બંધ | ઘટાડો |
જિંદાલ સ્ટીલ | 395.55 | -17.40 |
જેએસડબ્લ્યૂ સ્ટીલ | 547.60 | -13.20 |
તાતા સ્ટીલ | 1023.60 | -12.53 |
એનએમડીસી | 128.15 | -12.44 |
SAIL | 73.90 | -10.96 |
હિન્દાલ્કો | 413.35 | -3.65 |