2023 માટે ભારતમાં ટોચની 10 સૌથી આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ્સ

1તાતા પાવર કંપની
2એમેઝોન
3તાતા સ્ટીલ
4તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ
5માઇક્રોસોફ્ટ
6સેમસંગ ઈન્ડિયા
7ઇન્ફોસિસ
8તાતા મોટર્સ
9આઈબીએમ
10રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

બેંગ્લોર, 21 જૂન: તાતા પાવર કંપની ભારતની સૌથી ‘આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ’ તરીકે ઉભરી આવી છે, એમ રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (REBR) 2023ના તારણો દર્શાવે છે જે વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવતું વિશ્વમાં સૌથી વ્યાપક, સ્વતંત્ર અને ઊંડાણપૂર્વકનું એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ છે. તાતા પાવર કંપનીએ નાણાંકીય સ્થિતિ, સારી પ્રતિષ્ઠા અને કારકિર્દીની પ્રગતિની તકો પર ખૂબ જ ઊંચો સ્કોર મેળવ્યો છે. સર્વેક્ષણ મુજબ સંસ્થા માટે આ ટોચના 3 એમ્પ્લોઈ વેલ્યુ પ્રપોઝિશન (ઈવીપી) ડ્રાઇવર્સ છે, જેણે 2022માં બ્રાન્ડને 9મા ક્રમેથી વિજેતા સ્થાન મેળવવામાં મદદ કરી. એમેઝોન આ વર્ષે રેન્કિંગ ઉપર ચઢીને રનર-અપ તરીકે ઉભરી આવી હતી. ત્યારબાદ REBR 2023ની ટોચની 3 યાદીમાં બીજી નવી ઉમેરાયેલી કંપની છે તાતા સ્ટીલ જેણે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. બિગ બાસ્કેટ ઓનલાઈન મેગાસ્ટોર દેશમાં સૌથી આકર્ષક સ્ટાર્ટઅપ એમ્પ્લોયર બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે.

મૂનલાઇટિંગ પર કર્મચારીની ધારણા (બીજી નોકરી કરવી)

દસમાંથી નવ કર્મચારીઓ (91%) સંમત થાય છે કે જો કોઈ એમ્પ્લોયરને પૂરક આવક માટે વધારાની નોકરી/અસાઇનમેન્ટ લેવાની મંજૂરી આપવામાં આવે તો તે વધુ આકર્ષક છે. રસપ્રદ રીતે, બીજી નોકરી મેળવવાની ઈચ્છા એ પુરૂષો કરતાં સ્ત્રીઓમાં (92% વિ. 89%) પ્રમાણમાં મજબૂત છે, જે પ્રવર્તમાન જેન્ડર-પે ગેપનો સૂક્ષ્મ સંકેત છે. 25-34 વર્ષની વયજૂથના કર્મચારીઓમાં મૂનલાઇટ પ્રત્યેની ભાવના સૌથી વધુ મજબૂત છે અને તે પછી ધીમે ધીમે ઘટાડો દર્શાવે છે.

ફોકસમાં નોકરી ગુમાવવાનો ભય

વર્ષ 2022 (28%)ની તુલનામાં વર્ષ 2023 (29%)માં કર્મચારીઓમાં નોકરી ગુમાવવાનો ભય લગભગ સમાન છે. જેઓને આ ડર છે તેમાંથી 57% આગામી 6 મહિનામાં નોકરી બદલવાની ઇચ્છા ધરાવે છે. નોકરી ગુમાવવાનો ડર જેમણે નોકરી નથી બદલી (25%) તેના કરતાં એવા લોકોમાં વધુ છે જેમણે તાજેતરમાં (38%) નોકરી બદલી છે, જે દર્શાવે છે કે તાજેતરના નોકરીમાં જોડાનારાઓ તેમના નવા એમ્પ્લોયરમાં તેમની નોકરી વિશે હજુ પણ સુરક્ષિત અનુભવતા નથી. 10માંથી 5 કર્મચારીઓ (51%) તેમના ભૂતપૂર્વ એમ્પ્લોયર સાથે ફરીથી જોડાવાનું વિચારવા તૈયાર છે, જેમાંથી 56% આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એક મહાન એમ્પ્લોયર બ્રાન્ડને માને છે.

REBR 2023 સર્વે પર એક નજર કરતાં રેન્ડસ્ટેડ ઇન્ડિયાના એમડી અને સીઈઓ વિશ્વનાથ પી.એસે. જણાવ્યું હતું કે, “આજે વિશ્વભરની સંસ્થાઓ સમજે છે કે વ્યવસાયની સફળતા લોકો પર આધારિત છે અને માત્ર મૂડી પર આધારિત નથી અને ટેલેન્ટ કમ્યૂનિટી તેઓ કઈ બ્રાંડ સાથે કામ કરવા માંગે છે અને તેઓ લાંબા ગાળાના તેમના કાર્ય-જીવનની કલ્પના કેવી રીતે કરે છે તે અંગે અત્યંત સચેત બની રહી છે.

2023માં ભારતના સૌથી આકર્ષક ક્ષેત્રો

તમામ ક્ષેત્રોનું આકર્ષણ સમાન દરે વધી રહ્યું છે. ગયા વર્ષનું ટોચનું ક્ષેત્ર- આઈટી, આઈટી એનેબલ્ડ સર્વિસીઝ અને ટેલિકોમ આઉટલાયર છે કારણ કે તે પાછલા વર્ષમાં સ્થિર થઈ ગયા છે જેના કારણે તેમણે તેનું ટોચનું સ્થાન ગુમાવ્યું છે. ઓટોમોટિવ સેક્ટરે 2023 (77%)માં ટોચનું સ્થાન મેળવ્યું છે, ત્યારબાદ આઈટી, આઈટી એનેબલ્ડ સર્વિસીઝ અને ટેલિકોમ (76%) તથા એફએમસીજી, રિટેલ અને ઈ-કોમર્સ (75%) છે.