આદિત્ય બિરલા સન લાઇફનો ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન લોંચ
મુંબઇ, 22 જૂન: આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (ABSLI) રિટાયર્મેન્ટ સોલ્યુશન ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન લોંચ કરવાની જાહેરાત કરી છે. આ નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ઇન્ડિવિડ્યુઅલ પેન્શન પ્લાન છે. આ પ્લાન 100 ટકા ગેરંટેડ ભંડોળ એકઠું કરવામાં મદદ કરે છે, જેનો ઉપયોગ નિવૃત્તિના વર્ષોમાં અવિરત આવક મેળવવા માટે કરી શકાય છે. પ્લાન પોલીસીની મુદ્દત દરમિયાન સંચિત ગેરંટેડ ઉમેરો તથા પોલીસીની મુદ્દત પૂર્ણ થવા ઉપર લોયલ્ટી ઉમેરો ઓફર કરે છે, જેમાં પોલીસી પોલીસી અમલમાં હોવી તથા તમામ પ્રીમિયમ ચૂકવાયા હોવા જરૂરી છે. આ પ્લાન હેઠળ પોલીસીધારક અપેક્ષિત નિવૃત્તિની ઉંમરે 100 ટકા ગેરંટેડ ભંડોળ એકઠું કરી શકે છે તથા નિવૃત્તિના વર્ષોમાં અવિરત ગેરંટેડ આવકના લાભાર્થી બની શકે છે. આ પ્લાન વેસ્ટિંગ બેનિફિટને 10 વર્ષ સુધી મુલતવી રાખવાની પણ સુગમતા આપે છે.
ABSLI નિશ્ચિત પેન્શન પ્લાનના લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ કમલેશ રાવે કહ્યું હતું કે, લોકોના આયુષ્યમાં સતત સુધારો થતો રહેશે તે સ્વાભાવિક છે અને તેથી જ પેન્શન પ્લાનની ભૂમિકા નિર્ણાયક બની રહે છે. ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન પોલીસીધારકને તેમના નિવૃત્તિના લક્ષ્યાંકો અનુરૂપ તેમના પ્લાનને કસ્ટમાઇઝ કરવા સક્ષમ કરે છે, જેમાં તેમને પીપીટી (પ્રીમિયમ પેમેન્ટ ટર્મ) અને પીટી (પોલીસી ટર્મ)ના અનુકૂળ વિકલ્પો મળી રહે છે. પોલીસીધારક 5, 6, 8, 10, 12 વર્ષ અને નિયમિત પે વિકલ્પોમાંથી તેમને અનુરૂપ પ્રીમિયમ પેમેન્ટ ટર્મના વિકલ્પો પસંદ કરી શકે છે.
ABSLI નિશ્ચિત પેન્શન પ્લાન મેળવવા મહત્તમ ઉંમર 65 વર્ષ અને લઘુત્તમ ઉંમર 30 વર્ષ છે. લઘુત્તમ વાર્ષિક પ્રીમયમ રૂ. 20,000 છે. વેસ્ટિંગ લાભો મેળવવાની મહત્તમ ઉંમર 75 લાખ છે, જ્યારે કે લઘુત્તમ વેસ્ટિંગ ઉંમર 45 વર્ષ છે.
આ પ્લાન સમગ્ર પોલીસી મુદ્દત દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સ કવર ઓફર કરે છે. મૂશ્કેલ સંજોગોમાં આ પ્લાન ઉચ્ચક ડેથ બેનિફિટ નોમિની અથવા વારસદારને આપે છે, જે માટે પોલીસી અમલમાં હોવી જરૂરી છે.