અમદાવાદ,૨૩ જૂન: અદાણીકોનેક્ષ એ તેના નિર્માણાધીન ડેટા સેન્ટર એસેટના પોર્ટફોલિયો માટે યુએસડી ૨૧૩ મિલિયનનું માતબર ધિરાણ મેળવવા સાથે ફાઇનાન્સિંગ ફ્રેમવર્કમાં પ્રવેશ કરીને પોતાની સૌ પ્રથમ બાંધકામ સુવિધા મારફત ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે. આ ટાઈ-અપ સુવિધા ૬૭ મેગાવોટની કુલ ક્ષમતાવાળા બે ડેટા સેન્ટરોને ધિરાણ કરશે જેમાં ચેન્નઇ-૧ કેમ્પસના પ્રથમ તબક્કાના ૧૭ મેગાવોટ અને ૫૦ મેગાવોટના નોઈડા કેમ્પસનો સમાવેશ થાય છે.

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા  ડેટા સેન્ટર બજારો પૈકીનું ભારત  એક છે અને CRISILના અંદાજ મુજબ ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા નાણાકીય વર્ષ-૨૨માં ૮૪૦ મેગાવોટથી  નાણાકીય વર્ષ-૨૦૨૫ સુધીમાં બમણી થઈને ૧૭૦૦-૧૮૦૦ મેગાવોટ થવાની ઉજળી ધારણા છે. ભરોસાપાત્ર આઇ.ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે અદાણીકોનેક્ષ ૧ ગીગાવોટનું ગ્રીન ડેટા સેન્ટર પ્લેટફોર્મ બનાવવાના મિશન સાથે મૂડી રોકાણ કરી રહ્યું છે, જે સમગ્ર દેશમાં હાઈપરસ્કેલથી હાઈપરલોકલ ડેટા સેન્ટરમાં રોકાણ દ્વારા સક્ષમ છે.

અદાણીકોનેક્ષ માટે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ સાથેના ફ્રેમવર્ક કરાર મારફત આખરી ઓપ આપવામાં આવેલ પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ વિકાસ એજન્ડાને સંસ્થાકીય બનાવશે. આઇએનજી બેંક એન.વી., મિઝૂહો બેક લિ., એમયુએફજી બેંક લિ, નેટીક્ષીસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સુમિટોમો મિટસૂઇ બેંકીંગ કોર્પોરેશન આ સુવિધા માટે પ્રતિબદ્ધ છે.