બેંગ્લોર, 27 જૂનઃ MSME સેક્ટરની સૌથી વધુ અને તાતી જરૂરિયાત ક્રેડિટ અને ઈન્ડસ્ટ્રી નેટવર્કિંગની છે. એમએસએમઈની ફાઇનાન્શિયલ સર્વિસ કેટેગરીમાં MSMEs માટે ઇન્સ્ટન્ટ લાઇન ઓફ ક્રેડિટ અને નોન-ફાઇનાન્સિયલ સર્વિસીસ કેટેગરી ચાર્ટમાં ઇન્ડસ્ટ્રી નેટવર્કિંગની માગ સૌથી વધુ છે. આ બંને જરૂરિયાતો પૂર્ણ થાય તો એમએસએમઈની આવકો 20 ટકાના દરે ગ્રોથ હાંસિલ કરી શકે છે. MSME સેન્ટિમેન્ટ સર્વે એ MSMEની પ્રાથમિકતાઓ અને પડકારોને સમજવા માટે કિનારા કેપિટલ દ્વારા એક વ્યાપક સર્વે હાથ ધરાયો હતો. જેમાં 2600 MSMEના ઇનપુટ કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને UT પુડુચેરીમાંથી લેવામાં આવ્યા હતા.

કિનારા કેપિટલના ફાઉન્ડર અને સીઈઓ, હાર્દિકા શાહે તારણો વિશે જણાવ્યું હતું કે, “MSMEsના મહત્વની સ્વીકૃતિ વધી રહી છે અને આ ક્ષેત્રની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરવા માટે એક વ્યક્તિગત અભિગમની જરૂર પડશે. અમારા MSME સેન્ટિમેન્ટ સર્વેએ MSMEને તેના પડકારો અને જરૂરિયાતો માટે અવાજ ઉઠાવવાની તક આપી છે. ભારતના નાના ઉદ્યોગ સાહસિકો હવે ઔપચારિક ધિરાણ મેળવવા ઉપરાંત તેના ગ્રોથની જરૂરિયાતોને અનુરૂપ પ્રોડક્ટ્સ અને સેવાઓ ઈચ્છે છે.”

MSMEને ગ્રોથ માટે અત્યંત જરૂરી ઇન્સ્ટન્ટ ફાઇનાન્સિંગ: સર્વેમાં સામેલ દર 2માંથી 1 MSME રોજિંદા બિઝનેસના નિર્ણયોને વેગ આપવા માટે  ઇન્સ્ટન્ટ લાઇન ઓફ ક્રેડિટ ઇચ્છે છે

MSME સામે પડકાર: MSME સામે સૌથી મોટી અડચણ સરળ ઍક્સેસનો અભાવ અથવા તો ટૂંકા ગાળાના ધિરાણની ઉપલબ્ધતાનો છે, 38%થી વધુ MSME તેને સૌથી મોટો પડકાર માની રહ્યા છે.

ઉકેલ: સર્વેમાં સામેલ અડધાથી વધુ (55%) MSMEsએ તેના વ્યવસાયો માટે ટોચની નાણાકીય પ્રોડક્ટની પસંદગી તરીકે ઇન્સ્ટન્ટ લાઇન ઓફ ક્રેડિટ પસંદ કરી છે, લગભગ 8% MSMEએ ખાસ કરીને બિલ ડિસ્કાઉન્ટિંગ પ્રોડક્ટની માંગણી કરી છે.

ડિજિટાઈઝેશન પર વધુ ફોકસ

21% MSMEs વેબસાઈટ ક્રિએશન, ડિજિટલ પ્લેટફોર્મ લિસ્ટિંગ અને ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ઓનબોર્ડિંગ દ્વારા તેમની ડિજિટલ ઉપસ્થિતિ વધારવા માંગે છે. લગભગ 15% MSME એ તેમની ટોચની અગ્રતા તરીકે વેબસાઈટ ક્રિએશન અને ડિજિટલ પ્લેટફોર્મ વિઝિબિલિટી પસંદ કરી છે અને 6% MSME ટ્રેડિંગ પોર્ટલ જેમ કે TReDS અને GeM પર લિસ્ટ થવા માટે સમર્થન ઈચ્છે છે. સર્વિસ સેક્ટરે વેબસાઈટ ક્રિએશન અને ડિજિટલ પ્લેટફોર્મ વિઝિબિલિટીને 27% પર રેન્ક આપ્યો, જે તેને તેમની સર્વોચ્ચ નોન-ફાઇનાન્સિયલ સર્વિસિસની જરૂરિયાત દર્શાવે છે.