MCX: ક્રૂડમાં 13,47,340 બેરલના વોલ્યુમ સાથે વાયદામાં રૂ.14નો સુધારો
મુંબઈ, 5 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 52,066 સોદાઓમાં રૂ.3,969.12 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,410ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,634 અને નીચામાં રૂ.58,366 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.189 વધી રૂ.58,598ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.68 વધી રૂ.47,418 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,856ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.148 વધી રૂ.58,342ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,91,910 સોદાઓમાં કુલ રૂ.23,261.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,446.06 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16805.69 કરોડનો હતો.
સોના-ચાંદીમાં સામસામા રાહ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,613ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,725 અને નીચામાં રૂ.69,390 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.127 ઘટી રૂ.69,535 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.220 ઘટી રૂ.70,393 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.219 ઘટી રૂ.70,409 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 9,585 સોદાઓમાં રૂ.,965.44 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.715.15ના ભાવે ખૂલી, રૂ.4.80 ઘટી રૂ.712.05 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.195.20 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.85 ઘટી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.195.40 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.182.10 જસત-મિની જુલાઈ વાયદો રૂ.1.70 ઘટી રૂ.214 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.10 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 38,990 સોદાઓમાં રૂ.1,502.35 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,833ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,871 અને નીચામાં રૂ.5,795 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14 વધી રૂ.5,864 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.13 વધી રૂ.5,867 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.227ના ભાવે ખૂલી, રૂ.2.60 વધી રૂ.228.50 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 2.5 વધી 228.5 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડી વાયદામાં રૂ.520ની નરમાઈ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.9.15 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,200 અને નીચામાં રૂ.57,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.520 ઘટી રૂ.57,120ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.40 ઘટી રૂ.893.80 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.6,446 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16805 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,137.59 કરોડનાં 3,651.169 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,831.53 કરોડનાં 259.866 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.787.09 કરોડનાં 1,347,340 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.715.26 કરોડનાં 31,282,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.116.54 કરોડનાં 5,957 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.31.16 કરોડનાં 1,710 ટન તાંબાના વાયદાઓમાં રૂ.488.73 કરોડનાં 6,848 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.329.01 કરોડનાં 15,329 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.57 કરોડનાં 624 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.58 કરોડનાં 62.28 ટનનાં કામકાજ થયાં હતાં.