Corporate News
કલ્યાણ જ્વેલર્સે મેગા-જૂન મેલાની શરૂઆતની જાહેરાત કરી
કલ્યાણ જ્વેલર્સે વાર્ષિક મેગા-જૂન મેલાની શરૂઆતની જાહેરાત કરી છે. વિશિષ્ટ સ્ટાઇલમાં આ સિઝનની ઉજવણી કરવા જ્વેલરી બ્રાન્ડે સમગ્ર દેશમાં ગ્રાહકો માટે અસાધારણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ એક પ્રકારની 10 ઇઝ નાઉ 10.5 ઓફર દ્વારા ગ્રાહકો ગોલ્ડ જ્વેલરીની દરેક ખરીદી સાથે તાત્કાલિક લાભ મેળવી શકે છે. 10-ગ્રામ ગોલ્ડની દરેક ખરીદી પર ગ્રાહકોને વધુ 0.5 ગ્રામ ગોલ્ડ મળશે. સંપૂર્ણ ખરીદી પર વધારાના ગોલ્ડનો લાભ ઘડામણના ચાર્જ સામે આપવામાં આવશે. વળી 10 ગ્રામથી ઓછી ગોલ્ડ જ્વેલરીની ખરીદી પર ગ્રાહકો ઘડામણ ચાર્જીસ પર ફ્લેટ 15 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. આ ઓફર ગોલ્ડ કોઇન પર લાગુ નથી. રૂ. 50,000ના મૂલ્યની દરેક ડાયમન્ડ, અનકટ અને/અથવા પોલ્કી જ્વેલરીની ખરીદી પર ગ્રાહકોને રૂ. 5000/-નાં ફ્લેટ ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે. મેગા-જૂન મેલાના ભાગરૂપે બમ્પર ઓફરનો લાભ ગ્રાહકો 30 જૂન, 2022 સુધી ભારતમાં કલ્યાણ જ્વેલર્સના તમામ શોરૂમમાં લઈ શકશે. મેગા-જૂન મેલા ઓફર વિશે કલ્યાણ જ્વેર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણ રામને કહ્યું હતું કે, “કલ્યાણ જ્વેલર્સમાં અમે વિશિષ્ટ પહેલો અને કાર્યક્રમો સતત રજૂ કરીએ છીએ, જે બ્રાન્ડના ગ્રાહકોને તેમની જ્વેલરીની ખરીદીઓ પર મહત્તમ લાભ મેળવવા સક્ષમ બનાવશે. ઉપરાંત અમે હાલ ચાલુ ટ્રેન્ડને આધારે નવી જ્વેલરી સતત પ્રસ્તુત કરીએ છીએ, જે અંતર્ગત અમારા ગ્રાહકો વિવિધ ડિજિટલ માધ્યમો થકી અને શોરૂમની અંદર શ્રેષ્ઠ અને સુવિધાજનક રીતે ખરીદીનો અનુભવ મેળવે છે.” શોરૂમ કલ્યાણની લોકપ્રિય બ્રાન્ડ્સનો સ્ટોક્સ પણ ધરાવશે, જેમ કે તેજસ્વી (પોલ્કી જ્વેલરી), મુધ્રા (હાથથી બનાવેલી એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પ્લ જ્વેલરી) અને ગ્લો (ડાન્સિંગ ડાયમન્ડ્સ). શોરૂમના અન્ય વિભાગોમાં ઝિઆહ (સોલિટેઇર-જેવી ડાયમન્ડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમન્ડ), અંતરા (વેડિંગ ડાયમન્ડ), હેરા (ડેઇલી વેર ડાયમન્ડ) અને રંગ (કિંમતી રત્નોની જ્વેલરી) સામેલ છે.
L&T કન્સ્ટ્રક્શને વોટર એન્ડ એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ કોન્ટ્રાક્ટ મેળવ્યો
એલએન્ડટી કન્સ્ટ્રક્શનનાં વોટર એન્ડ એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ વ્યવસાયે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) પાસેથી મુંબઈ સુએજ ડિસ્પોઝલ પ્રોજેક્ટ – સ્ટેજ 2 અંતર્ગત બાન્દ્રા વેસ્ટવોટર ટ્રીટમેન્ટ સુવિધાનો અમલ કરવાનો પ્રતિષ્ઠિત ઓર્ડર મેળવ્યો છે. કામગીરીમાં ઇનહાઉસ પાવર જનરેટ કરવાની જોગવાઈ સાથે 360 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઇન, બિલ્ડ, ઓપરેશન અને મેઇન્ટેનન્સ સામેલ છે. પ્રોજેક્ટ પેનોરેમિક વ્યૂઇંગ ગેલેરી, નોલેજ સેન્ટર અને લાઇબ્રેરી પણ ધરાવશે, જે વિવિધ હિતધારકો વચ્ચે જાગૃતિ લાવવાના મોટા લક્ષ્યાંકને સુસંગત છે. લાર્સન એન્ડ ટૂબ્રો ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં સંકળાયેલી ભારતીય બહુરાષ્ટ્રીય જૂથ છે. આ દુનિયાના 50થી વધારે દેશોમાં કાર્યરત છે.
મહિન્દ્રા લોજીસ્ટિક્સે કાર્બન ન્યુટ્રાલિટી લક્ષ્યની દિશામાં પ્રગતિ કરી
લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (એમએલએલ)એ વિજ્ઞાન આધારિત લક્ષ્યાંકોની પહેલ (SBTi)એ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા એના લક્ષ્યાંકની ખરાઈ કરી છે તથા કંપનીએ એના લાંબા ગાળાના પર્યાવરલક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવાના માર્ગે આગેકૂચ જાળવી રાખી છે. કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડાના લક્ષ્યાંકનું આ સીમાચિહ્ન ગ્લોબલ વોર્મિંગના ઘટાડાના સ્તરને 1.5°C સુધી ઘટાડવાના લક્ષ્યાંક સાથે સુસંગત છે, જે આબોહવામાં પરિવર્તનની પેરિસ સમજૂતીમાં નિર્ધારિત થયો છે. કંપની વર્ષ 2040 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાનો મહત્વાકાંક્ષી ઉદ્દેશ ધરાવે છે, જે દિશામાં આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. જોગાનુજોગે લોજિસ્ટિક ક્ષેત્રમાં મહિન્દ્રા લોજિસ્ટિક્સ થોડી કંપનીઓમાં સામેલ છે, જેણે SBTi પાસેથી આ વેલિડેશન મેળવ્યું છે અને વર્ષ 2040 સુધીમાં એના પર્યાવરણલક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા કામ કરી રહી છે. એમએલએલએ SBTi સાથે ગયા વર્ષે સમજૂતી કરી હતી અને પ્રથમ વર્ષમાં નિર્ધારિત ધારાધોરણોનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. વર્ષ 2021માં આ પહેલમાં જોડાઈને એમએલએલએ પેરિસ સમજૂતીના સૌથી મહત્વાકાંક્ષી લક્ષ્યાંક દુનિયાના તાપમાનમાં વધારાને ઔદ્યોગિક યુગ પૂર્વેના સ્તરથી 1.5°C સુધીના વધારા પૂરતો મર્યાદિત રાખવાના એના ઇરાદામાં પ્રદાન કરવાનો તથા આબોહવામાં પરિવર્તનનાં માઠાં પરિણામો ટાળવાની શ્રેષ્ઠ શક્યતા માટે વર્ષ 2050 સુધીમાં કાર્બનનું ઉત્સર્જન બિલકુલ બંધ કરવાનો સંકેત મહિન્દ્રા લોજિસ્ટિક્સના એમડી અને સીઇઓ રામપ્રવીણ સ્વામિનાથને વ્યક્ત કર્યો છે.
મુથુટ ફાઇનાનાન્સને FY21-22 માટે CSR માટે ગોલ્ડન પીકોક એવોર્ડ
મુથૂટ ફાઇનાન્સને નવી દિલ્હીમાં એક સમારંભમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર દ્વારા FY21-22 માટે CSR માટે ગોલ્ડન પીકોક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા કરવામાં આવતી CSR પ્રવૃત્તિઓ કે જે મુથૂટ ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે, તેને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિરેક્ટર્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે. ભારત સરકારના સંસદીય બાબતો અને સંસ્કૃતિના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે એવોર્ડ અર્પણ કર્યો. એલેક્ઝાન્ડર જ્યોર્જ મુથૂટ, સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર, મુથૂટ ગ્રુપ, મનોજ જોશી સેક્રેટરી મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ઓફ ભારત સરકારની હાજરીમાં. આ ગોલ્ડન પીકોક એવોર્ડ મુથૂટ ફાઇનાન્સ લિમિટેડને નાણાકીય સેવાઓની શ્રેણીમાં શ્રેષ્ઠ CSR પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યો હતો.