NTPC: Q1 PAT 23.36% (Consolidated) વધ્યો
અમદાવાદ, 30 જુલાઇ: પાવર જનરેટર – NTPC લિએ. Q1 FY24 માટે જાહેર કરેલાં અનઓડિટેડ નાણાકીય પરિણામો NTPC ગ્રૂપે Q1 FY24 માં 103.98 બિલિયન યુનિટ્સ જનરેટ કર્યા હતા જ્યારે Q1 FY23 માં 104.42 બિલિયન યુનિટ્સ હતા. સ્ટેન્ડઅલોન ધોરણે, Q1 FY24 માટે NTPCની કુલ આવક ₹39,681 કરોડ છે જે અગાઉના સમયગાળાની કુલ આવક ₹40,726 કરોડ હતી. Q1 FY24 માટે કર પછીનો નફો ₹4,066 કરોડ છે જે Q1 FY23 માં ₹3,717 કરોડ હતો, જે 9.39% નો વધારો દર્શાવે છે. સ્ટેન્ડઅલોન ધોરણે, Q1 FY24 માટે જૂથની કુલ આવક ₹43,390 કરોડ છે જે અગાઉના સમયગાળાની કુલ આવક ₹43,561 કરોડ હતી. Q1 FY24 માટે જૂથનો કર પછીનો નફો ₹4,907 કરોડ છે જે અગાઉના ₹3,978 કરોડના PAT ની સરખામણીએ 23.36% નો વધારો દર્શાવે છે.