Paytmનું  એપ્રિલ- મેમાં 55 લાખનુ ધિરાણ, GMV રૂ. 1.96 લાખ કરોડ

  • ધિરાણ બિઝનેસનુ  વાર્ષિક રન રેટ રૂ. 23,000 કરોડથી વધ્યો
  • ધિરાણનુ મૂલ્ય રૂ.  3576 કરોડ (476 મિલિયન ડોલર થયુ ) વાર્ષિક વૃધ્ધિ દર 829%
  • ડિવાઈસિસ મુકવાના  પ્રમાણમાં વધારો ચાલુ રહયો, હાલ 34 લાખ

ભારતની  અગ્રણી ડિજીટલ પેમેન્ટ અને ફાયનનાન્સિયલ સર્વિસ કંપની પેટીએમ એ એપ્રિલ અને મે 2022નો  માસિક ઓપરેટીંગ પરફોર્મન્સ  જાહેર કર્યો છે. તે અનુસાર કંપનીનો ધિરાણ બિઝનેસ ધિરાણ બિઝનેસનો વાર્ષિક રન રેટ રૂ. 23,000 કરોડથી વધુ રહ્યો છે, જ્યારે એપ્રિલ અને મે માસની જીએમવી  105 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડ રહી છે. મે, 2022માં પૂરા થયેલા બે માસ દરમ્યાન  વાર્ષિક 471 ટકાના વૃધ્ધિ દર સાથે રૂ. 3576 કરોડ(476 મિલિયન ડોલર )નાં ધિરાણોની ચૂકવણી કરવામાં આવી છે.  જે વાર્ષિકદરે 829ટકાની વૃધ્ધિ દર્શાવે છે.ડિવાઈસિસ મુકવાની સંખ્યા 34 લાખનો આંકડો વટાવી જતાં   ઓફફલાઈન ચૂકવણીમાં તેની આગેવાની ચાલુ રહી છે અને સરેરાસ માસિક ટ્રાન્ઝેકટીંગ યુઝર્સ (એમટીયુ)ની સંખ્યામાં 48 ટકાનો વધારો નોંધાવ્યો છે.

પેટીએમની આવકો 89 ટકા અને નફો 210 ટકા વધ્યો

પેટીએમ દ્વારા અગાઉનુ નાણાંકીય વર્ષ મજબૂત  સંકેત સાથે પૂરૂ થયુ હતું કંપનીએ Q4FY22માં  વાર્ષિક 89 ટકાની વૃધ્ધિ સાથે આવકમાં 1541 કરોડની વૃધ્ધિ નોંધાવી હતી. જ્યારે નફાનુ યોગદાન વાર્ષિક ધોરણે 210 ટકા વધીને રૂ. 539 કરોડ થયુ હતું. સપૂરા નાણાંકીય વર્ષ 2022 દરમ્યાન  કંપનીના સંચાલનની આવક  વાર્ષિક ધોરણે 77 ટકા વધીને રૂ. 4974 કરોડ  થઈ હતી જ્યારે  નફાનુ યોગદાન 313 ટકા વધીને વાર્ષિક ધોરણે રૂ. 1498 કરોડ થયુ હતું.

મજબૂત કામગીરીના પગલે શેર તળિયેથી 20 ટકા સુધર્યો

નવેમ્બર-21માં લિસ્ટિંગ પછી સતત પ્રેશરમાં રહેલો One 97 Communications Ltd ના નામથી લિસ્ટેડ (પેટીએમ) શેર રૂ. 2150ની ઇશ્યૂ પ્રાઇસ સામે ઘટી રૂ. 510 થઇ ગયા બાદ, સતત સુધારાની ચાલમાં અત્યારસુધીમાં 20 ટકા સુધારા સાથે બુધવારે રૂ. 614ની સપાટીએ બંધ રહ્યો હતો.