Corporate News At a Glance
અદાણી ટ્રાન્સમિશનની 700 મિલીઅન ડોલર રિવોલ્વિંગ સુવિધા સસ્ટેનેલિટિક્સ દ્વારા ગ્રીન લોન તરીકે ટૅગ કરાઇ
ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (એટીએલ)ની યુએસડોલર 700 મિલીઅનની રિવોલ્વિંગ સુવિધાને સસ્ટેનેલિટીકસ(Sustainalytics) દ્વારા ગ્રીન લોન તરીકે ટૅગ કરવામાં આવી છે. આ ફરતી સુવિધા માટે ગ્રીન લોન ફ્રેમવર્ક પરત્વે ખાતરી આપે છે. કંપનીના મુખ્ય કારોબારી અધિકારી અને મેનેજીંગ ડિરેકટર અનિલ સરદાનાએ જણાવ્યું કે કંપનીએ COP26 ના ભાગ રૂપે એનર્જી કોમ્પેક્ટ ગોલ માટે નવેમ્બર, 2021માં યુએન સાથે એનર્જી કોમ્પેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ ડોલર 700 મિલીઅનની રિવોલ્વિંગ સુવિધા સાથે સંકળાયેલ આ પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં અમલમાં છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ્સ ભારત સરકારના ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ્સ (જીઈસી)નો એક ભાગ છે, જે રીન્યુએબલ એનર્જીના સ્થળાંતર અને ટ્રાન્સમિશનને સમર્પિત છે. મહારાષ્ટ્રમાં ગ્રીડની સ્થિરતા વધારીને અને સ્થિર ટ્રાન્સમિશન નેટવર્ક પુુરુ પાડીને મુંબઈની ટ્રાન્સમિશન સિસ્ટમને મજબૂત કરવા સંબંધી પ્રોજેક્ટ્સની કલ્પના કરવામાં આવી છે જે એકંદરુ ગ્રીડ મિશ્રણમાં રિન્યુએબલ એનર્જીના ઊંચા હિસ્સાને પ્રોત્સાહન આપશે અને છેવટના ગ્રાહકો સુધી વધુ ગ્રીન એનર્જી પહોંચાડવાના કાર્યને સુનિશ્ચિત કરશે.
પાત્ર શ્રેણીમાં આ રોકાણ સ્વચ્છ ઊર્જાના પ્રસારણને ટેકો આપશે અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) 7ને આગળ વધારશે. (વૈશ્વિક ઉર્જા મિશ્રણમાં રિન્યુએબલ એનર્જીનો નોંધપાત્ર હિસ્સો વધારવો, સસ્તું, ભરોસાપાત્ર અને આધુનિક ઉર્જા સેવાઓની સાર્વત્રિક ઍક્સેસની ખાતરી કરો); અને SDG 9 (આર્થિક વિકાસ અને માનવ સુખાકારીને પીઠબળ આપવા માટે પ્રાદેશિક અને પાર-બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ગુણવત્તાયુક્ત, વિશ્વસનીય, ટકાઉ અને સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરો, જેમાં બધાને પોષય તેવા અને સમાન વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરો). સસ્ટેનેલિટિકસે એ પ્રમાણિત કર્યું છે કે અદાણી ટ્રાન્સમિશન લિ.તેની પર્યાવરણીય વ્યૂહરચના દ્વારા ટકાઉપણાની તેની પ્રતિબદ્ધતા છે જેમાં સામેેલ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું, કાર્યરત શ્રેષ્ઠતાની સિદ્ધિ અને ઇકોલોજીકલ સેવાઓના રક્ષણ પર કેન્દ્રિત છે તે દર્શાવે છે. MUFG બેંક લિમિટેડે અદાણી ટ્રાન્સમિશન લિ. દ્વારા તૈયાર કરાયેલ ગ્રીન લોન ફ્રેમવર્ક પર એસપીઓની વ્યવસ્થા કરવા માટે જારીકર્તાને ગ્રીન લોન સંકલનકર્તા તરીકે કામ કર્યું છે.