ગુજરાતના 57% રોકાણકારો ઇક્વિટી મ્યુ. ફંડ્સમાં રોકાણ પસંદ કરે છે
અમદાવાદ, 26 સપ્ટેમ્બર: એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ડેટા મૂજબ ઓગસ્ટ 2023માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 20,245.26 કરોડનો ચોખ્ખો ઇનફ્લો જોવા મળ્યો હતો. AMFIના ડેટા સૂચવે છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં સ્મોલ-કેપ કેટેગરીમાં રૂ. 4,264.82 કરોડ, જ્યારે કે સેક્ટરલ/થિમેટિક ફંડ્સે રૂ. 4,805.81 કરોડ અને મલ્ટી-કેપ કેટેગરીએ રૂ. 3,422.14 કરોડનો ઇનફ્લો નોંધ્યો છે. ભારતમાં એકંદર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) રૂ. 46.63 લાખ નોંધાવી છે, જેમાં ઓગસ્ટના AMFI ડેટા મૂજબ ક્લોઝ-એન્ડેડ સ્કીમ સામેલ છે.
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ (એમએફ) એસેટ્સનું કદ જેમ વધી રહ્યું છે તેમ કેટલાંક રાજ્યો નોન-ઇક્વિટી સ્કીમની તુલનામાં ઇક્વિટી એમએફ સ્કીમને વધુ પ્રધાન્ય આપી રહ્યાં છે. ગુજરાતમાં રોકાણકારોએ નોન-ઇક્વિટીની સરખામણીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે વધુ ઝુકાવ દર્શાવ્યો છે. ઓગસ્ટ 2023 મૂજબ ગુજરાત રાજ્યમાંથી લગભગ 57 ટકા રોકાણ ઇક્વિટી સ્કીમમાં થયું છે, જ્યારે કે 33 ટકા રોકાણ ડેટ અને લિક્વિડી સ્કીમ અને 7 ટકા બેલેન્સ્ડ ફંડમાં થયું છે. ગુજરાતમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં લગભગ રૂ. 330352.15 કરોડનું રોકાણ કર્યું છે.
ટાટા મ્યુચ્યુઅલ ફંડના 58 ટકા રોકાણકારો ઇક્વિટી સ્કીમમાં રોકાણ કરે છે
ટાટા મ્યુચ્યુઅલ ફંડે પણ ગુજરાતમાં સમાન ટ્રેન્ડ જોયો છે, જ્યાં ટાટા મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માટે વધુ પસંદગી દર્શાવી છે. ઓગસ્ટ AMFI ડેટા મૂજબ ટાટા મ્યુચ્યુઅલ ફંડ માટે AUMના લગભગ 58 ટકા ઇક્વિટી સ્કીમ, 29 ટકા ડેટ અને લિક્વિડ સ્કીમ તથા 13 ટકા બેલેન્સ્ડ સ્કીમમાંથી આવે છે.
ટાટા એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર તેજસ ગુટકાના કહેવા મૂજબ, વ્યાપક માર્કેટમાં હાલના તબક્કે ઘણી તકો છે, જેને મજબૂત વૃદ્ધિ તથા રિ-રેટિંગ જોઇ શકે છે. હાઉસિંગની માગ વધી રહી છે ત્યારે ગૃહ નિર્માણ માટેની પ્રોડક્ટ્સની માગ પણ વધી રહી છે.