હાઈ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતી ટોચની કંપનીઓના શેર્સ એટ એ ગ્લાન્સ

કંપનીછેલ્લો ભાવયિલ્ડ
સનોફી ઈન્ડિયા72439.4%
કોલ ઈન્ડિયા2928.0%
ઓઈલ ઈન્ડિયા2946.6%
પાવર ગ્રીડ કોર્પો1996.1%
થિરોકેર ટેક્નો5785.2%
CESC914.9%
ઓરકેલ ફાઈ.40894.6%
REC લિ.2924.5%
કેસ્ટ્રોલ1384.4%
VST ઈન્ડ.34274.1%
ગુજ. પીપાવાવ1254.1%
ગેઈલ ઈન્ડિયા1244.0%
સ્વરાજ એન્જિ.19884.0%
પાવર ફાઈ.2514.0%
HCL ટેક્નો12393.9%
હુડકો903.9%
રાઈટ્સ4903.7%
ICICI સિક્યુ.6153.7%
NHPC533.6%
નિપ્પોન લાઈફ3353.4%
હીરો મોટો30153.3%
PCBL1803.1%
NTPC2413.0%

અમદાવાદ, 7 ઓક્ટોબરઃ શેરબજારમાં મૂડીરોકાણ માટેના મુખ્ય પેરામીટર્સ પૈકીનું એક પેરામીટર કંપની દ્વારા જાહેર કરાતું ડિવિડન્ડ હોય છે. જૂજ રોકાણકારો એવી કંપનીઓના શેર્સ પસંદ કરતાં હોય છે કે જેઓ બેન્ક એફડી કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કરતાં ઊંચુ રિટર્ન આપતા હોય. આવા શેર્સ બોનસ, આકર્ષક રાઇટ્સ કે ડિવિડન્ડ અને બાયબેક સ્વરૂપમાં રોકાણકારોને નવાજતાં હોય છે. આ સાથે એવાં પાંચ શેર્સની યાદી આપવામાં આવી છે કે, જેઓ ડિવિડન્ડ ચૂકવવાના મામલે અવ્વલ છે. એક વર્ષમાં સનોફી ઈન્ડિયા, કોલ ઈન્ડિયા સહિત પાંચ શેરોએ પોતાના રોકાણકારોને 5 ટકાથી 9 ટકા સુધીની ડિવિડન્ડ યિલ્ડ આપી છે. અર્થાત્ નિયમિત અને ઉંચુ ડિવિડન્ડ આપી રોકાણકારોને કમાણી કરાવી છે. જેમાં સનોફી ઈન્ડિયાએ ચાલુ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ શેરદીઠ રૂ. 377 ડિવિડન્ડ ચૂકવવાની સાથે 9 ટકાથી વધુ ડિવિડન્ડ યિલ્ડ ફાળવી છે.

આઈડીબીઆઈ કેપિટલના રિપોર્ટ અનુસાર, છેલ્લા 3 વર્ષથી સતત નફાકારક, મજબૂત રિટર્ન ઓન ઈક્વિટી ધરાવતી કંપનીઓમાં સનોફી ઈન્ડિયાએ 9.4 ટકા, કોલ ઈન્ડિયાએ 8 ટકા અને ઓઈલ ઈન્ડિયાએ 6.6 ટકા ડિવિડન્ડ યિલ્ડ ફાળવી છે. પાવર ગ્રીડ કોર્પોરેશન અને થિરોકેર ટેક્નોલોજીસે પણ 6.1 ટકા અને 5.2 ટકા ડિવિડન્ડ યિલ્ડ ચૂકવી છે.

શું છે ડિવિડન્ડ યિલ્ડ

કંપનીઓ દ્વારા પોતાના નફામાંથી અમુક હિસ્સો શેર રોકાણકારોને શેરદીઠ ચૂકવવામાં આવે છે. જે ડિવિડન્ડ તરીકે ઓળખાય છે. શેરદીઠ આપવામાં આવતાં ડિવિડન્ડને શેરની બજાર કિંમત દ્વારા વિભાજિત કરી ડિવિડન્ડ યિલ્ડની ગણતરી કરવામાં આવે છે.

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs), માસ્ટર લિમિટેડ પાર્ટનરશિપ્સ (MLPs), અને બિઝનેસ ડેવલપમેન્ટ કંપનીઓ (BDCs) સરેરાશ ડિવિડન્ડ કરતાં વધુ ચૂકવે છે; જો કે, આ કંપનીઓના ડિવિડન્ડ પર ઊંચા દરે કર લાદવામાં આવે છે.

ઉલ્લેખનીય છે, હંમેશા ઉંચી ડિવિડન્ડ આપતા શેરો રોકાણની આકર્ષક તકો દર્શાવતા હોતા નથી. કારણકે, શેરની ઘટતી કિંમતના પરિણામે પણ શેરની ડિવિડન્ડ યિલ્ડ વધી શકે છે. જેથી રોકાણકારોએ રોકાણ કરતાં પહેલાં શેરની ટેક્નિકલ-ફંડામેન્ટાલ અને ફેન્સીને ધ્યાનમાં લેવુ જરૂરી છે. જોકે, રોકાણકારોએ માત્ર ડિવિડન્ડને જ ધ્યાનમાં લેવાની જરૂર નથી. ઘણાં કિસ્સામાં કંપનીનો શેર આસમાને આંબેલો હોય અને ડિવિડન્ડ સાવ બેન્ક એફડી કરતાં પણ નીચું આવતું હોય આવા કિસ્સામાં રોકાણકારોએ સ્વનિર્ણય શક્તિના આધારે ખરીદી માટેનો નિર્ણય લેવો હિતાવહ રહેતો હોય છે. ઘણી કંપનીઓ એવી પણ જોવા મળશે કે જેમણે વર્ષો સુધી ડિવિડન્ડ, બોનસ, રાઇટ્સ કે બાયબેક સહિત કોઇપણ સ્વરૂપમાં રોકાણકારોને રાજી કર્યા ના હોય છતાં તેમના શેર ફેન્સીના આધારે આસમાનને અડીને ચાલતો હોય.