સેન્સેક્સમાં શોર્ટટર્મ રેન્જ 64700-68000 પોઇન્ટની રહે તેવી શક્યતાNIFTY માટે શોર્ટટર્મ રેન્જ 19200-20200 પોઇન્ટની રહે તેવી શક્યતા

અમદાવાદ, 7 ઓક્ટોબર: 19250ના સપોર્ટ લેવલ સુધી ઘટ્યા વગર 19300થી જ પાછો ફરી NIFTY શુક્રવારે 19653.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં મિડટર્મ કરેક્શન વેવ પૂર્ણ થયું છે. ખાસ કરીને રિઝર્વ બેન્કે રેટ કટ સિવાય સ્ટેટસક્વો સ્થિતિ જાળવી રાખી છે. તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર પોઝિટિવ અસર રહી છે. NIFTYની 200 દિવસીય એવરેજ 18400ના સ્તરે છે. અગાઉ NIFTYએ 19200 પોઇન્ટના લેવલ આસપાસથી સુધારાની શરૂઆત કરવા સાથે 20222.45ની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી હતી. આ લેવલથી શરૂ થયેલો ઘટાડો બુધવારે 19333.60 સ્તરે પૂરો થયો હોવાનું ટેકનિકલી જણાય છે. NIFTY 19000 પોઇન્ટી સપાટી તોડે એવી શક્યતા ઓછી જણાય છે ત્યારે ઘટાડે વેલ્યૂ બાઇંગનો વ્યૂહ જ યોગ્ય ગણાશે. NIFTY માટે શોર્ટટર્મ ટ્રેડિંગ રેન્જ 19200-20200 પોઇન્ટની રહે તેવી શક્યતા છે.

બેન્ક NIFTYનું બંધ 44360.60 અને રેન્જ 42500-46400ની છે. 200 દિવસની એવરેજ 42873.57ના સ્તરે છે. 32341.70 બંધ આવેલ NIFTY IT 31000 તૂટે નહીં ત્યાં સુધી નબળો પડે તેવી શક્યતા ઓછી જણાય છે. રેઝિસ્ટન્સ લેવલ્સ 33400- 36800- 39500 ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ બજાર નિષ્ણાતો આપી રહ્યા છે. 200 દિવસની એવરેજ 29478.92ના સ્તરે છે. 33400 ક્રોસ કરે તો તેજી જોર પકડશે.

SENSEX: શુક્રવારે 65000 પોઇન્ટની સપાટી ફરી પાછી મેળવવા સાથે 65995.63 બંધ રહ્યો છે. સેન્સેક્સમાં શોર્ટટર્મ રેન્જ 64700-68000ની રહેશે તેવું અનુમાન મૂકી શકાય. SENSEXની 200 દિવસીય એવરેજ 62229.38ના સ્તરે છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)