Plada Infotech Servicesના SME IPOનું 23 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ બાદ લોઅર સર્કિટ વાગી
પ્લાડા ઈન્ફોટેક સર્વિસિઝ આઈપીઓ
ઈશ્યૂ પ્રાઈઝ | 48 |
લિસ્ટિંગ | 59 |
વધી | 60 |
રિટર્ન | 25 ટકા |
ગ્રે પ્રિમિયમ | 21 ટકા |
અમદાવાદ, 13 ઓક્ટોબરઃ મુંબઈ સ્થિત બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) કંપની પ્લાડા ઇન્ફોટેક સર્વિસિઝનો એસએમઈ આઈપીઓ આજે NSE ઇમર્જ પર 22.92 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો છે. લિસ્ટિંગ બાદ થોડી જ ક્ષણોમાં 25 ટકાના વધારા સાથે 60ના શ્રેષ્ઠ સ્તરે પહોંચ્યો હતો. પરંતુ બાદમાં 5 ટકા લોઅર સર્કિટ સાથે 56.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
NSE Emerge પર Plada Infotechનો IPO તેની ઇશ્યૂ કિંમત રૂ. તે રૂ. 48 સામે રૂ. 59 પર લિસ્ટ થયો હતો. ગ્રે માર્કેટમાં પ્લાડાના IPO શેર માટે 21 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું. કંપનીએ IPO દ્વારા રૂ. 12.36 કરોડ એકત્ર કર્યા હતા. જે કુલ 57.85 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. હતું. રિટેલ પોર્શન 73.78 ગણો અને અન્ય 39.81 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
2010માં સ્થાપિત Plada Infotech Services Limited, ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ વ્યાપક બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) સેવાઓ પ્રદાન કરવામાં નિષ્ણાત છે. કંપની ગ્રાહકોને ભરતી અને પેરોલ મેનેજમેન્ટ, મર્ચન્ટ એક્વિઝિશન, ફીલ્ડ સપોર્ટ, સોફ્ટવેર સોલ્યુશન્સ, વેન્ડર ઓનબોર્ડિંગ અને એકાઉન્ટ મેનેજમેન્ટ સહિતની સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે.