પ્રોટીન ઇગવર્નન્સ ટેક્નોલોજીસ ઇ-ગવર્નન્સ ક્ષેત્રે પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે
અમદાવાદ, 13 ઓક્ટોબરઃ પ્રોટીન ઇગવર્નન્સ ટેક્નોલોજીસ લિમિટેડ એ ભારતની મુખ્ય આઈટી-સક્ષમ સોલ્યુશન કંપનીઓમાંની એક છે (સ્ત્રોત: ક્રિસિલ રિપોર્ટ) જે રાષ્ટ્રીય સ્તરે જટિલ અને પોપ્યુલેશન સ્કેલ ગ્રીનફિલ્ડ ટેક્નોલોજી સોલ્યુશન્સનો ખ્યાલ, વિકાસ અને અમલીકરણની કામગીરી સાથે સંકળાયેલી છે.
કંપની સરકાર સાથે સહયોગ કરે છે અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને નવીન નાગરિક-કેન્દ્રિત ઇ-ગવર્નન્સ સોલ્યુશન્સ વિકસાવવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ભારતીય અર્થતંત્રના બહુવિધ ક્ષેત્રોને અસર કરતા હસ્તક્ષેપો સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના સોલ્યુશન્સે સરકારી સેવાની સમસ્યાઓને ઓળખી કાઢી છે તથા પારદર્શિતા, કાર્યક્ષમતા અને સેવા વિતરણને પુનઃ વ્યાખ્યાયિત કરી છે. સાત મંત્રાલયોમાં 19 પ્રોજેક્ટ્સનું સંચાલન કરીને, તેમણે ખર્ચમાં ઘટાડો કર્યો છે અને જાહેર સેવા વિતરણમાં પરિવર્તન કર્યું છે.
બીટુબી ડોમેનમાં, પ્રોટીને અસરકારક રીતે ઇ-કેવાયસી અને ઇ-સાઇન જેવી સેવાઓનો અમલ કર્યો છે. જ્યારે ગ્રાહકોને સીધી સેવાઓ પૂરી પાડવાની વાત આવે છે, ત્યારે તેમણે પાન નંબરની નોંધણીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વધુમાં, બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ ક્ષેત્રમાં, તેમની ઉત્કૃષ્ટ સેવાઓમાં ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્ક (ટીઆઈએન) અને નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)નો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2022 સુધીમાં, કંપનીએ 2.1 અબજથી વધુ ગ્રાહકો માટે આધાર વેરિફિકેસન સુનિશ્ચિત કરીને 421 મિલિયનથી વધુ પાન નંબર પ્રોસેસ કર્યા છે.
ઓપન ડિજિટલ ઇકોસિસ્ટમના નિર્માણ માટે સમર્પિત ભારતની પસંદગીની કંપનીઓમાં પ્રોટીનનો સમાવેશ થાય છે. કંપનીએ ઓપન-સોર્સ કમ્યૂનિટી અને ઓએનડીસીને પ્રોત્સાહન આપતા પ્રોટોકોલમાં યોગદાન આપવામાં મુખ્ય અને પ્રારંભિક ભૂમિકા ભજવી છે. ક્રિસિલના રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, ટીઆઈએન, પાન પ્રોસેસિંગ, એનપીએસ અને અટલ પેન્શન યોજનાના સંચાલન સહિત ઇ-ગવર્નન્સ સેવાઓ પહોંચાડવામાં કંપની સતત માર્કેટ લીડર તરીકે તેની સ્થિતિ જાળવી રાખે છે.
પ્રોટીન એ ભારતના ઇ-ગવર્નન્સ ક્ષેત્રની ખાનગી કંપનીઓના મર્યાદિત જૂથનો એક ભાગ છે જે ડિજિટલ ઈન્ડિયા પહેલને આગળ વધારવા અને ઓપન ડિજિટલ ઈકોસિસ્ટમના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ ઇ-કોમર્સ, મોબિલિટી, હેલ્થકેર, કૃષિ અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઓપન-સોર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ હેતુને પરિપૂર્ણ કરે છે. કંપની ટેક્નોલોજી પહેલોના અમલીકરણને અવકાશ પ્રદાન કરીને હેલ્થકેર, શિક્ષણ અને કૌશલ્ય અને કૃષિ જેવા નવા ક્ષેત્રોમાં મોટા પાયે સમયની બાબતે નિર્ણાયક અને ડેટા સઘન પ્રોજેક્ટના અમલીકરણમાં તેના અનુભવને વિસ્તારવા માંગે છે.