ફંડામેન્ટલ્સ (રૂ. કરોડમાં)

વર્ષઆવકખર્ચચોખ્ખો નફો
2021₹84.37₹78.34₹4.40
2022₹84.58₹78.41₹4.49
2023₹105.01₹91.45₹9.89

અમદાવાદ, 26 ઓક્ટોબરઃ એસએમઈ સેગમેન્ટના આઈપીઓ ધૂમ મચાવી રહ્યા છે. આજે વધુ એક એસએમઈ આઈપીઓ ખૂલતાંની સાથે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થઈ ચૂક્યો છે. પેરાગોન ફાઈન એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સનો આઈપીઓ અત્યારસુધી 5.53 ગણો ભરાઈ ચૂક્યો છે. જેની પ્રાઇસ બેન્ડ 95થી 100 રૂપિયા છે. કંપની IPO દ્વારા રૂ. 51.66 કરોડ એકત્ર કરશે.

ગ્રે માર્કેટમાં પેરાગોન ફાઈન આઈપીઓ માટે રૂ. 85 પ્રીમિયમને જોતાં નિષ્ણાતોએ લિસ્ટિંગ 85 ટકા પ્રીમિયમ પર થવાની શક્યતા દર્શાવી છે. કંપની આઈપીઓ ફંડ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ દ્વારા એકત્ર કરશે.

પેરાગોન ફાઈનનો આઈપીઓનું સફળ એન્કર ઈન્વેસ્ટમેન્ટ થયું છે. ગઈકાલે એન્કર ઈન્વેસ્ટમેન્ટ દ્વારા કુલ રૂ. 14.70 કરોડ એકત્ર કર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 5.53 ગણો ભરાયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 1.30 ગણો, એનઆઈઆઈ 4.84 ગણો અને રિટેલ 8.25 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે.

કંપની વિશે

2004માં સ્થાપિત કંપની જટિલ અને વૈવિધ્યસભર કેમિકલ સાયન્સ સંબંધિત સ્પેશિયાલિટી કેમિકલ્સના ઉત્પાદન અને કસ્ટમ સિન્થેસિસના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની વૈવિધ્યસભર ભારતીય અને ગ્લોબલ કસ્ટમર બેઝ માટે ફાર્મા ઇન્ટરમીડિએટ્સ, એગ્રો ઇન્ટરમિડિએટ્સ, કોસ્મેટિક ઇન્ટરમિડિએટ્સ, પિગમેન્ટ ઇન્ટરમિડિએટ્સ અને ડાઇ ઇન્ટરમિડિએટ્સનું ઉત્પાદન કરે છે.

કંપની અમદાવાદના વિરમગામ જિલ્લામાં આશરે 7000 ચોરસ મીટરના વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે, જે નવા ઉત્પાદનોના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે ઉચ્ચ પાયાના રિએક્ટરથી સજ્જ છે.