CORPORATE NEWS
અર્પવૂડના નેતૃત્વમાં વૈશ્વિક રોકાણકારોએ સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં બહુમતિ હિસ્સો હસ્તગત કર્યો
અમદાવાદ: ગુજરાતમાં સ્ટર્લિંગ હોસ્પિટલની શ્રુંખલાનું સંચાલન કરતાં સ્ટર્લિંગ એડલાઈફ ઈન્ડિયા પ્રા. લિમિટેડને અર્પવૂડ પાર્ટનર્સ (અર્પવૂડ)ના નેતૃત્વવાળા વૈશ્વિક કોન્સોર્ટિયમે હસ્તગત કર્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના સ્થાપક ગિરીશભાઈ પટેલે તેમાં લઘુમતિ હિસ્સો જાળવી રાખ્યો છે અને તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ્સના પથદર્શક તરીકે યથાવત રહેશે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં નવા રોકાણકારો અંગે પ્રતિક્રિયા આપતાં ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે અર્પવૂડ સાથેની ભાગીદારીનો હેતુ તબીબી ઉત્કૃષ્ટતા સાથે ગુજરાતને સર્વોત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અર્પવૂડ સ્ટર્લિંગને એક સક્ષમ નેતૃત્વ પુરું પાડશે. અર્પવૂડ પાર્ટનર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં અમારો ઉદ્દેશ્ય સર્વોચ્ચ ક્ષમતા ધરાવતા તબીબી ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોમાં રોકાણ દ્વારા વિશ્વાસના પાયા પર રચાયેલા આ હોસ્પિટલના વારસાને આગળ ધપાવવાનો છે. આ ઉપરાંત તેની માળખાકીય સુવિધાઓ અદ્યતન બનાવવી, દર્દીઓને સેવાનો બહેતર અનુભવ પૂરો પાડવો તથા તેમને ગુણવત્તાયુક્ત તબીબી સહાય પૂરી પાડવાનો છે. અમે ટૂંક સમયમાં જ અનુભવી સીઈઓના નામની જાહેરાત કરીશું. અર્પવૂડના તમામ ત્રણ સંસ્થાપકોએ અમદાવાદમાંથી અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.