આઇટીસી વર્સસ રિલાયન્સની વનડે મેચનો આંખે દેખ્યો અહેવાલ…..!!!! આઇટીસી 285ની વર્ષની ટોચે, એક વર્ષમાં 43 ટકાનો આકર્ષક ઉછાળો, રિલાયન્સમાં વર્ષનો સૌથી મોટો 7.14 ટકાનો એક દિવસીય ઘટાડો
- બોનસ અને વિવિધ બિઝનેસને સેગ્મેન્ટ વાઇસ અલગ લિસ્ટિંગની ધારણાએ આઇટીસીમાં સુધારાની ચાલ
- સરકારે ઇંધણ ઉપર લાદેલા ટેક્સના કારણે ઓએનજીસી અને રિલાયન્સને સૌથી વધુ નુકસાનની વકી
શુક્રવારે સરકારની એટીએફ, પેટ્રોલ અને ડિઝલ ઉપર વેરા વધારો ઝીંકવાના પગલે સમગ્ર માર્કેટમાં માતમનો માહોલ હતો. પરંતુ સેન્સેક્સ પેકમાં આટીસીએ ક્રિકેટ જેવો જ ચમત્કાર સર્જ્યો હતો. જે રીતે સ્લો બોલર 10માં ક્રમે આવીને સદી ફટકારી નાઇટવોચમેનની ભૂમિકા ભજવે તેમ આઇટીસીએ પણ 4 ટકાનો સંગીન સુધારો નોંધાવ્યો હતો. શેર ગુરુવારના રૂ. 273.45 સામે રૂ. 273ના સુસ્ત મથાળે ખુલી છેલ્લા એક કલાકમાં ઉછળી રૂ. 285ની વર્ષી નવી ટોચે આંબી ગયો હતો અને છેલ્લે રૂ. 10.90 (3.99 ટકા)ના સુધારા સાથે રૂ. 284.35ની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનિકલી આ શેરમાં રૂ. 272.50નું હર્ડલ ક્રોસ થવા સાથે હવે રૂ. 297.50 ક્રોસ થયા પછી શેર રૂ. 350 સુધી જવાની લાંબાગાળાની ધારણા વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા ધારણા મુકાઇ રહી છે.
શુક્રવારનો સુધારો એક નજરે
ગુરુવારે બંધ | 284.35 |
ખુલ્યો | 273 |
વધી | 285 |
ઘટી | 271.30 |
બંધ | 284.35 |
સુધારો(રૂ.) | 10.90 |
સુધારો (ટકા) | 3.99 |
15 જુલાઇના રોજ રિમોટ ઇ- વોટિંગ માટે કંપનીની 111 એન્યુઅલ જનરલ મિટિંગ મળી રહી છે. જેમાં કંપની તેના વિવિધ બિઝનેસ સેગ્મેન્ટ સંબંધી નિર્ણયો લેવા ઉપરાંત બોનસ કેન્ડિડેટ પણ મનાય છે. ઉલ્લેખનીય છે. માર્ચ-20માં જોવાયેલા હેવી કરેક્શન બાદ સેન્સેક્સ તેમજ મોટાભાગની સેન્સેક્સ બેઝ્ડ સ્ક્રીપ્સમાં સંગીન સુધારો નોંધાયો હતો. પરંતુ આઇટીસીમાં કોઇ હલચલ નહિં રહેતાં રોકાણકારોમાં નિરાશા અને કુતુહલની લાગણી ફેલાયેલી હતી. પરંતુ છેલ્લાં બે માસમાં જ આ શેરમાં રૂ. 50 આસપાસનો સુધારો જોવાયો છે. ઊંચી ડિવિડન્ડ યિલ્ડ, રેગ્યુલર બોનસ લહાણી તેમજ કંપનીના મજબૂત ફન્ડામેન્ટલ્સના કારણે આ શેરમાં લાંબાગાળાના રોકાણકારોનું આકર્ષણ જામ્યું છે.
આઇટીસીમાં એકમહિનામાં રૂ. 35નો ઊછાળો
52 Week High (adjusted) | 285.00 (01/07/2022) |
52 Week Low (adjusted) | 200.85 (09/07/2021) |
52 Week High (Unadjusted) | 285.00 (01/07/2022) |
52 Week Low (Unadjusted) | 200.85 (09/07/2021) |
Month H/L | 285.00 / 258.05 |
Week H/L | 285.00 / 266.75 |
છેલ્લા 10 વર્ષનો ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ
EX Date | Amount (₹) |
26 May 2022 | 6.2500 |
14 Feb 2022 | 5.2500 |
10 Jun 2021 | 5.7500 |
22 Feb 2021 | 5.0000 |
06 Jul 2020 | 10.1500 |
22 May 2019 | 5.7500 |
25 May 2018 | 5.1500 |
05 Jun 2017 | 4.7500 |
30 May 2016 | 8.5000 |
03 Jun 2015 | 6.2500 |
03 Jun 2014 | 6.0000 |
31 May 2013 | 5.2500 |
11 Jun 2012 | 4.5000 |
છેલ્લા 3 બોનસની તવારીખ
Date | Ratio |
01 Jul 2016 | issue 1:2 |
03 Aug 2010 | issue 1:1 |
21 Sep 2005 | issue 1:2 |
રિલાયન્સ ઇન્ટ્રા-ડે 2365ની નીચી સપાટીએ આંબી ગયો
સરકારે એટીએફ, પેટ્રોલ અને ડિઝલની નિકાસ ઉપર લાદેલા વધારાના ટેક્સના પગલે ઓઇલ કંપનીઓના શેર્સ આજે લપસી પડ્યાં હતા. તેમાં રિલાયન્સ 7.14 ટકા સાથે શિરમોર રહ્યો હતો.
રિલાયન્સની શુક્રવારની સાપ-સિડી
ગુરુવારે બંધ | 2594.05 |
ખુલ્યો | 2580 |
વધી | 2591.65 |
ઘટી | 2365 |
બંધ | 2408.95 |
ઘટાડો (રૂ.) | 185.10 |
ઘટાડો (ટકા) | 7.14 |
સેન્સેક્સની વધઘટમાં સ્ક્રીપ વાઇસ પોઇન્ટમાં કોન્ટ્રીબ્યુશન
Scrip | LTP | ઘટાડો (રૂ.) | Contribution (પોઇન્ટ) |
RELIANCE | 2,408.95 | -185.10 | -565.45 |
TCS | 3,316.15 | +50.90 | +46.18 |
BAJFINANCE | 5,614.80 | +214.35 | +50.56 |
INFY | 1,478.05 | +16.85 | +54.61 |
HDFC | 2,210.65 | +47.10 | +75.61 |
ITC | 284.35 | +10.90 | +84.44 |