અમદાવાદ, 15 નવેમ્બરઃ આસ્ક ઓટોમોટિવ લિમિટેડનો IPO આજે 8.12 ટકાના પ્રીમિયમ પર લિસ્ટેડ થયો છે. Ask Automotiveનો IPO રૂ. 282ની ઈશ્યૂ પ્રાઈસ સામે BSE પર રૂ. 304.90 અને NSE પર રૂ. 303.30ના ભાવે લિસ્ટેડ થયો છે. જે સવારે 11.43 વાગ્યા સુધી 10.37 ટકા પ્રીમિયમ પર 311.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ગ્રે માર્કેટમાં આસ્ક ઓટોમોટિવના IPO માટે રૂ. 30 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જેના પગલે નિષ્ણાતોએ આઈપીઓ 10થી 12 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.  આસ્ક ઓટોમોટિવનો શેર NSE પર રૂ. 312ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

આસ્ક ઓટોમોટિવના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં ક્યુઆઈબીએ સૌથી વધુ રસ દાખવ્યો હતો. આઈપીઓ કુલ 51.14 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. QIBએ 142.41 ગણો, NII 35.47 ગણો અને રિટેલ 5.70 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. રાઠી પરિવારે આસ્ક ઓટોમોટિવના IPO દ્વારા રૂ. 834 કરોડ એકત્ર કર્યા હતા.

નિષ્ણાતોને આસ્ક ઓટોમોટિવનો શેર વધુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કંપનીનો પીઈ રેશિયો અન્ય હરીફ લિસ્ટેડ કંપનીઓ કરતાં ઓછો હોવાની સાથે મજબૂત ફંડામેન્ટલ્સના કારણે તેજી જોવા મળી શકે છે. શેરો મધ્યમથી લાંબા ગાળા માટે હોલ્ડ કરવા સલાહ આપી છે. જો કે, શોર્ટ ટર્મ ઈન્વેસ્ટર્સ પ્રોફિટ બુક કરી શકે છે.

કંપની વિશે

કંપની વિશેઃ 1988માં સ્થપાયેલ, ASK Automotive Limited એ ભારતમાં ટુ-વ્હીલર માટે અદ્યતન બ્રેકિંગ સિસ્ટમ્સનું ઉત્પાદક છે. કંપનીની ઉત્પાદન શૃંખલામાં (I) AB સિસ્ટમ્સનો સમાવેશ થાય છે; (ii) એલ્યુમિનિયમ લાઇટવેઇટ પ્રિસિઝન (“ALP”) (iii) 2W OEM માટે વ્હીલ એસેમ્બલી; અને (iv) સુરક્ષા નિયંત્રણ કેબલ (“SCC”). કંપની ભારતમાં તેમજ વિદેશમાં પણ કામ કરે છે.

જૂન 2023 સુધીમાં, કંપની પાસે ભારતમાં પાંચ રાજ્યોમાં ફેલાયેલા 15 ઉત્પાદન એકમો છે. HMSI, HMCL, સુઝુકી, TVS, Yamaha, Bajaj, Royal Enfield, Denso, Magneti Marelli અને અન્ય જેવા અસલ સાધન ઉત્પાદકોને ASK ઓટોમોટિવ સપ્લાય કરે છે. તે દેશના વિવિધ ભાગોમાં સ્થિત તેની ઉત્પાદન સુવિધાઓ દ્વારા સ્વતંત્ર આફ્ટરમાર્કેટ અને નિકાસ બજારો પણ પ્રદાન કરે છે.