એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ s&p BSE સેન્સેક્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યુ
કેટેગરીઃ s&p BSE સેન્સેક્સ TRI ટ્રેક કરતું ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ | બેન્ચમાર્કઃ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ટીઆરઆઈ |
એનએફઓ ખૂલશે 8 ફેબ્રુઆરી | એનએફઓ બંધ થશે 22 ફેબ્રુઆરી |
લઘુતમ રોકાણઃ રૂ. 500 | એક્ઝિટ લોડઃ શૂન્ય |
મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ તેની નવી ફંડ ઓફર – એક્સિસ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સ ફંડ (એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ટીઆરઆઈને ટ્રેક કરતું ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ) લોન્ચ કરતા આનંદ અનુભવે છે. આ ફંડ શ્રી કાર્તિક કુમાર (ફંડ મેનેજર) અને શ્રી આશિષ નાઇક (ફંડ મેનેજર) દ્વારા મેનેજ કરવામાં આવશે. નવું ફંડ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ટીઆરઆઈ બેન્ચમાર્કને અનુસરશે. લઘુતમ રોકાણની રકમ રૂ. 500 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે.
ભારતમાં લાર્જ કેપ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયેલી 30 મજબૂત અને નાણાંકીય રીતે સશક્ત કંપનીઓના ફ્રી ફ્લોટ માર્કેટ વેઇટેડ સ્ટોક માર્કેટ ઈન્ડેક્સ છે.
એક્સિસ એએમસીના એમડી અને સીઈઓ બી. ગોપકુમારે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં ઈક્વિટી રોકાણકારોએ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને ફંડ બજારના વિકાસમાં ભાગ લેવા માટે કિફાયતી સોલ્યુશન ઓફર કરવાનો પણ ધ્યેય ધરાવે છે.
સ્કીમ બને ત્યાં સુધી ઇન્કેડ્કસ મુજબ સમાન રેશિયોમાં અંતર્ગત ઇન્ડેક્સનો ભાગ બનતા સ્ટોક્સમાં રોકાણ કરવાનો પ્રયત્ન કરે છે. અનિવાર્યપણે 95%થી 100% રોકાણ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ટીઆરઆઈ દ્વારા આવરી લેવામાં આવતી સિક્યોરિટીઝમાં કરવામાં આવશે અને બાકીના માટે ફંડ ડેટ અને મની માર્કેટ રોકાણોમાં રોકાણ કરવા માટે સુગમતા ધરાવે છે. એક્સિસ એએમસીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે “ભારતીય માર્કેટ કેપિટલાઇઝેસન ડિસેમ્બર 2023માં ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું અને ભારત હવે માર્કેટ કેપની બાબતે ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)