Tata Power Stock: તાતા પાવરે Q3 પરિણામો જાહેર કર્યા, સોમવારે રોકાણકારોની નજર શેર પર રહેશે, જાણો બ્રોકરેજનો વ્યૂહ
અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ તાતા પાવરે 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂર્ણ થતાં ત્રિમાસિકમાં રૂ. 1076.12 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 1052.14 કરોડ સામે નજીવી 2 ટકા વૃદ્ધિ નોંધાવી છે. કંપનીની કોન્સોલિડેટેડ આવક 6.2 ટકા વધી રૂ. 15294.13 કરોડ (રૂ. 14401.95 કરોડ) થઈ હતી.
તાતા પાવરે આજે ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જેના પગલે સોમવારે સૌ રોકાણકારોની નજર શેર પર રહેશે. શુક્રવારે તાતા પાવરનો શેર 3.79 ટકા ઘટી રૂ. 392.10 પર બંધ રહ્યો હતો. જેની વાર્ષિક ટોચ 412.75 અને બોટમ રૂ. 182.45 છે.
કંપનીએ નોંધપાત્ર ઓપરેશનલ અને ફાઈનાન્સિયલ પર્ફોર્મન્સ કર્યું છે. ટાટા પાવરે સતત 17માં ત્રિમાસિકમાં ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી છે. તાતા પાવરના સીઈઓ અને એમડી પ્રવીર સિંહાએ પરિણામો અંગે જણાવ્યું હતું કે, કંપની ખર્ચ અસરકારક ક્લિન અને ગ્રીન એનર્જી સોલ્યુન્સ તથા અત્યાધુનિક કસ્ટમાઈઝ પ્રોડકટ સાથે મજબૂત ગ્રોથ મોમેન્ટમ ધરાવે છે. જેના જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યૂશન તથા રિન્યુએબલ્સ બિઝનેસે ચોખ્ખા નફામાં હિસ્સો ગતવર્ષે 39 ટકા સામે વધારી 71 ટકા થયો છે.
સ્ટોકબોક્સ (StoxBox)ના રિસર્ચ એનાલિસ્ટે તાતા પાવરના પરિણામ અંગે જણાવ્યું હતું કે, તાતા પાવરની ત્રીજા ત્રિમાસિકમાં આવક અને EBITDA ગ્રોથ અપેક્ષા કરતાં નીચો રહ્યો છે. પરંતુ ઉંચી વીજ કિંમતો, ઉંચા PLF, અન્ય ઉંચી આવકો સામે નીચો ટેક્સ અને કોલ SPVsમાંથી નીચા ડિવિડન્ડના કારણે ચોખ્ખો નફો અપેક્ષા કરતાં વધ્યો છે. રૂફટોપ સોલાર જેવા વૈક્લપિક એનર્જી સેગમેન્ટમાં ડાયવર્સિફિકેશન અને મજબૂત ઓર્ડરને ધ્યાનમાં લેતાં રોકાણકારોને શેરમાં રોકાણ જાળવી રાખવા સલાહ છે. મજબૂત સપોર્ટ 330 છે. 420-440ની હર્ડલ ક્રોસ થવી જરૂરી છે.
Invassetના પાર્ટનર અને ફંડ મેનેજર અનિરૂદ્ધ ગર્ગે જણાવ્યું હતું કે, તાતા પાવરના ત્રિમાસિક પરિણામ મજબૂત ઓપરેશનલ અને નાણાકીય કામગીરી દર્શાવે છે. કંપનીની કામગીરીમાંથી આવક વધી છે. માર્જિન પણ વધ્યા છે. ઓપરેટિંગ નફો સ્થિર વૃદ્ધિ સાથે ગ્રોથ કરી રહ્યો છે. કંપનીનુ ચોખ્ખુ દેવુ પણ મૂડી ખર્ચમાં વધારો અને રોકાણોના કારણે વધ્યો હોવા છતાં બેલેન્સ શીટ મજબૂત જોવા મળી રહી છે.
તાતા પાવર શેરનો ભાવ 440 થવાનો અંદાજ
આનંદ રાઠીના સિનિયર મેનેજર-ટેક્નિકલ રિસર્ચ ગણેશ ડોગરેના મતે, તાતા પાવરનો શેર 420-440ના સ્તરે પહોંચવાનો આશાવાદ દર્શાવ્યો છે. નવા રોકાણકારોને રૂ. 360-370ના ભાવે રોકાણ કરવા સલાહ છે. જેમાં રૂ. 330નો સ્ટોપલોસ રાખવા સૂચન છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)