અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ આરબીઆઈએ ભારતીય બેન્કોની શાખાઓને GIFT-IFSCમાં ટ્રેડિંગ મેમ્બર અથવા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ IFSC લિમિટેડના ટ્રેડિંગ કે ક્લિયરિંગ મેમ્બર તરીકે કામ કરાવની મંજૂરી આપી છે.

વધુમાં, આરબીઆઈએ જણાવ્યું હતું કે ભારતીય બેન્કો સ્પેશિયલ કેટેગરી ક્લાયન્ટ (SCC) ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તરીકે કામ કરવા માટે સોના અથવા ચાંદીની આયાત કરવા માટે અધિકૃત છે.

જોગવાઈઓ આ પરિપત્રની તારીખથી અસરકારક રહેશે, તે તમામ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કો માટે લાગુ પડશે. પરિપત્ર મુજબ, આરબીઆઈએ જણાવ્યું હતું કે ટ્રેડિંગ મેમ્બર અથવા ટ્રેડિંગ એન્ડ ક્લિયરિંગ મેમ્બર ફક્ત ક્લાયન્ટ વતી (માલિકીના ટ્રેડિંગ વિના) સોદા કરશે. એસસીસી ક્લાયન્ટ વતી ફકત ખરીદીના સોદા ચલાવશે. SCC તેમના વતી ક્લિયરિંગ મેમ્બર તરીકે કામ કરવા માટે IFSC બેન્કિંગ યુનિટ્સ (IBUs)માંથી એકની નિમણૂક કરશે, RBIએ જણાવ્યું હતું.

ટ્રેડિંગ માટે નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જરૂરી

ટ્રેડિંગ મેમ્બર (TM) અથવા ટ્રેડિંગ એન્ડ ક્લિયરિંગ મેમ્બર (TCM) પ્રવૃત્તિઓ માટે, પેરેન્ટ બેન્કે TM/TCM સ્ટેટસ મેળવવા માટે GIFT IFSCમાં તેની શાખા/સહાયક/સંયુક્ત સાહસ પહેલાં રિઝર્વ બેન્ક પાસેથી નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માંગશે. ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ IFSC, રિલીઝમાં જણાવ્યું હતું. લાયક બેન્કે તેના બોર્ડની પૂર્વ મંજૂરી સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડિપાર્ટમેન્ટ ઓફ રેગ્યુલેશનને, રિસ્ક મેનેજમેન્ટ આર્કિટેક્ચરની વિગતો સાથે ક્લાયન્ટ ટ્રેડની સુવિધા માટે TM/TCM તરીકે તેના પ્રસ્તાવિત બિઝનેસ પ્લાનની વિગતો સાથે અરજી કરશે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે સોના/ચાંદીની આયાત કરવા માટે અધિકૃત બેન્કો ભારતીય રિઝર્વ બેન્કના નિયમન વિભાગને અગાઉથી સૂચના મોકલીને એસસીસીની પ્રવૃત્તિઓ હાથ ધરી શકે છે.