કોટક મ્યુચ્યુઅલ ફંડે ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું
એનએફઓ 12મી ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 26મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે |
મુંબઈ, 13 ફેબ્રુઆરી: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને ઝડપથી ઊભરી રહેલા ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવાની આકર્ષક તક પૂરી પાડે છે.
વૈશ્વિક સ્તરે આઈટી ખર્ચમાં વૃદ્ધિ છેલ્લા દાયકામાં માળખાકીય રીતે મજબૂત રહી છે અને આઈટી સર્વિસીઝનો ખર્ચ સતત વધતો રહ્યો છે. વિશ્વભરની 10માંથી આઠ આઈટી સર્વિસ કંપનીઓ ભારતીય છે (સ્ત્રોતઃ એનએસઈ/બીએસઈ/માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ). કોટક ટેક્નોલોજી ફંડ મહત્વની વિકાસ સંભાવના દર્શાવતા આ ડાયનેમિક્સનો લાભ લેવાનો ઉદ્દેશ્ય રાખે છે. કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે વાજબી વેલ્યુએશન સાથે વિકાસ દર્શાવી રહેલી કંપનીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ફંડ બોટમ-અપ સ્ટોક પસંદગી અભિગમ અપનાવે છે જે માર્કેટ કેપની કોઈ મર્યાદા વિના ઇન-હાઉસ રિસર્ચ પર આધારિત છે. કોટક ટેક્નોલોજી ફંડની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 12 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે અને 26 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુતમ રૂ. 100 અને ત્યારબાદ ગમે તે રકમથી તેમાં ભાગ લઈ શકે છે.