નવી દિલ્હી, 13 ફેબ્રુઆરીઃ એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે IPO માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે.

F&S રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023 દરમિયાન (F&S દ્વારા મૂલ્યાંકન કરાયેલ CDMOs પૈકી) આવક, ઉત્પાદન ક્ષમતા અને ગ્રાહકોની દ્રષ્ટિએ કંપની ભારત-કેન્દ્રિત સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશ (“CDMO”) છે.

કંપની ઇક્વિટી શેર્સ (રૂ. 2ની ફેસવેલ્યૂ)ના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈશ્યૂ ઓફરમાં રૂ. 680 કરોડ સુધીના ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યૂ અને શેરધારકો દ્વારા 18,598,365 ઈક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલ સમાવિષ્ટ છે.

લિસ્ટિંગલીડ મેનેજર્સ
કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છેICICI સિક્યુરિટીઝ, એક્સિસ કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કટ્સ અને એમ્બિટ

ઇશ્યૂના મુખ્ય હેતુઓ

કંપની ફ્રેશ ઈશ્યુમાંથી ચોખ્ખી આવકનો ઉપયોગ આ મામલે કરવાની દરખાસ્ત કરી છે – 1. અમારી કંપની અને તેની પેટાકંપનીઓના દેવાની ચુકવણી/પૂર્વચુકવણી; 2. અમારી કંપનીની વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવું; 3. એક્વિઝિશન દ્વારા અકાર્બનિક વૃદ્ધિની પહેલ કરવી; અને 4. જનરલ કોર્પોરેટ હેતુઓ.

ઓફર ફોર સેલમાં સંજીવ જૈન દ્વારા 2145965 ઈક્વિટી શેર્સ, સંદીપ જૈન દ્વારા 2145965 સુધીના (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ) શેર્સ ફાળવાવમાં આવશે. તેમજ Ruby QC Investment Holdings Pte. Ltd. (ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ) દ્વારા કુલ 14306435 ઈક્વિટી શેર્સ ફાળવાશે. તદુપરાંત પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ અને ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા સંયુક્ત પણે શેર ઓફર કરવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)