ઈન્ટિરિયર્સ એન્ડ મોરનો SME IPO 15 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડરૂ. 216- રૂ. 227
IPO ખૂલશે | 15 ફેબ્રુઆરી |
IPO બંધ થશે | 20 ફેબ્રુઆરી |
પ્રાઇઝ રેન્જ | રૂ. 216/રૂ. 227 |
ઇશ્યૂ સાઇઝ | 18,50,400 |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 42 કરોડ સુધી |
લૉટ સાઇઝ | 600 શેર્સ |
લિસ્ટિંગ | SME પ્લેટફોર્મ NSE ઈમર્જ |
અમદાવાદ, 13 ફેબ્રુઆરી: ઘર, બિઝનેસ અને ઇવેન્ટ્સને ડેકોરેટ કરવા માટે હાઈ ક્વોલિટી આર્ટિફિશિયલ ફ્લાવર્સ, પ્લાન્ટ્સ અને અન્ય ડેકોરેટિવ મટિરિયલ્સનું ઉત્પાદન અને વેપાર કરનારી ઈન્ટિરિયર્સ એન્ડ મોર લિમિટેડ (જે અગાઉ ઈન્ટિરિયર્સ એન્ડ મોર પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) 15 ફેબ્રુઆરી, 2024થી સબ્સ્ક્રીપ્શન માટે તેનો રૂ. 42 કરોડનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરી રહી છે.
આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 18,50,400 ઇક્વિટી શેર્સનો (ફ્રેશ ઇશ્યૂ) સમાવેશ થશે જે શેરદીઠ રૂ. 216થી રૂ. 227ની પ્રાઇઝ રેન્જમાં હશે અને તેનુ કુલ મૂલ્ય રૂ. 42 કરોડ સુધીનું હશે. અરજી માટે લઘુતમ લોટ સાઇઝ 600 શેર્સ છે જેનું મૂલ્ય અરજી દીઠ અપર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 1,36,200 થાય છે. આઈપીઓના ભાગરૂપે શેર્સના 35 ટકા હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ફાળવવામાં આવે છે. માર્કેટ મેકર રિઝર્વેશન હિસ્સો 5 ટકા ઇક્વિટી શેર્સ રહેશે.
ઇશ્યૂના મુખ્ય હેતુઓ
પબ્લિક ઇશ્યૂમાંથી મળનારી આવકનો ઉપયોગ કેટલીક ડેટ સુવિધાઓના રિપેમેન્ટ કે પ્રીપેમેન્ટ, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. આઈપીઓ બાદ કંપનીના શેર્સ નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ પ્લેટફોર્મ એનએસઈ ઇમર્જ પર લિસ્ટ કરવામાં આવશે. ગ્રેટેક કોર્પોરેટ સર્વિસીઝ આ ઇશ્યૂના લીડ મેનેજર છે. પબ્લિક ઇશ્યૂ 20 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે.
કંપનીના પ્રમોટર્સ
ઈન્ટિરિયર્સ એન્ડ મોર લિમિટેડની સ્થાપના 2012માં શ્રી મનીષ ટિબ્રેવાલ અને શ્રી રાહુલ ઝુનઝુનવાલા દ્વારા કરવામાં આવી હતી. કંપની ઘર, ઓફિસો અને મૉલ, બેન્ક્વેટ હૉલ વગેરે જેવા અન્ય સ્થાનો માટે આર્ટિફિશિયલ ફ્લાવર્સ, ગિફ્ટ આઈટમ્સ અને ડેકોરેશન સામગ્રીના ક્ષેત્રે સમૃદ્ધ અનુભવ ધરાવે છે.
કંપનીના કામગીરી- ઇતિહાસ | કંપનીની નાણાકીય કામગીરી |
છેલ્લા 12 વર્ષના ગાળામાં કંપનીએ ન કેવળ સ્થાનિક બજારમાં તેમના દ્વારા ઉત્પાદિત આર્ટિફિશિયલ ફ્લાવર્સ, ગ્રીન્સ અને અન્ય ડેકોરેટિવ આઈટમ્સના વેચાણના સંદર્ભે પ્રગતિ કરી છે પરંતુ ચીન, વિયેતનામ, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયાથી અન્ય હોમ અને વેડિંગ ડેકોર પ્રોડક્ટ્સની આયાત સહિત પોતાનો પોર્ટફોલિયો પણ વિસ્તાર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કંપની કોર્પોરેટ, બીટુબી અને બીટુસી સેગમેન્ટમાં મજબૂત ક્લાયન્ટ્સ ઊભા કરવામાં સક્ષમ રહી છે. | કંપનીની નાણાંકીય કામગીરીએ વિકાસ અને સ્થિરતા દર્શાવીને નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે કંપનીએ રૂ. 25.27 કરોડની કુલ આવક અને રૂ. 5.92 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જ્યારે નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ રૂ. 9.98 કરોડની આવક અને રૂ. 1.04 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 31 માર્ચ, 2023ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 9.95 કરોડ હતી અને કુલ એસેટ્સ રૂ. 30.94 કરોડ હતી. 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરા થતા ગાળા માટે કુલ આવક અને ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 18.53 કરોડ અને રૂ. 3.54 કરોડ હતા. |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)