મોટા રાજ્યોમાં ખર્ચની મર્યાદા રૂ. 95 લાખ અને નાના રાજ્યોમાં ચૂંટણી ખર્ચની મર્યાદા રૂ. 75 લાખ નક્કી કરવામાં આવી

અમદાવાદ, 21 માર્ચઃ ભારતમાં ચૂંટણી મોંઘી બની રહી છે. 2019ની ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. આ વખતે ખર્ચ આનાથી બમણો 1.20 લાખ કરોડથી પણ વધુ થવાની ધારણા છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે છેલ્લી ચૂંટણીઓમાં પાર્ટીઓએ કેટલો અને ક્યાં ખર્ચ કર્યો? આ વખતે લોકસભાની ચૂંટણીમાં દરેક સંસદીય વિસ્તારમાં ઉમેદવાર પોતાના પ્રચાર પર કેટલો ખર્ચ કરે છે તેનું ધ્યાન રાખવા માટે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની નજર રહેશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી માટે મોટા રાજ્યોમાં ખર્ચની મર્યાદા રૂ. 95 લાખ અને નાના રાજ્યોમાં ચૂંટણી ખર્ચની મર્યાદા રૂ. 75 લાખ નક્કી કરવામાં આવી છે.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં પંચ દ્વારા નિયુક્ત એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની ચૂંટણીના દરેક નાના મોટા ખર્ચ પર નજર રહેશે. રોજની ચૂંટણી રેલીઓ, સભાઓ, ઈલેક્શન પોસ્ટર્સ અને કેમ્પેઈન સામગ્રી, ગાડીઓ, હેલિકોપ્ટરો, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં જાહેરાતો વગેરે પર થતા મોટા ખર્ચની સાથે જ ચૂંટણીના પ્રચાર દરમિયાન ચા, બિસ્કિટ, સમોસા-જલેબી, બ્રેડ પકોડા જેવી વસ્તુ પર થનારા ખર્ચ પર પણ નજર રાખશે અને તેની દૈનિક ખાતાવહી પણ બનાવશે.

Electoral bonds: SBI ચેરપર્સને બોન્ડની તમામ વિગતો રજૂ કરતી એફિડેવિટ ECI સમક્ષ રજૂ કરી

…………….  સુનતા હી દિવાના

2019ની ચૂંટણી વખતે વિજયી થયેલા 514 ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચમાં રજૂ કરવામાં આવેલા ખર્ચની વિગતો પર નજર નાખતાં કેટલીક રસપ્રદ બાબતો જાણવા મળી હતી.

53 ઉમેદવારે રૂ. 70 લાખની મર્યાદાના ફક્ત 50 ટકાથી પણ ઓછી રકમનો ખર્ચ કર્યો હતો.બે સંસદસભ્યોએ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખર્ચ ચૂંટણી પાછળ કર્યો હતો.514 ઉમેદવારે સરેરાશ 70 લાખની મર્યાદાના 73 ટકા ખર્ચ કર્યો હતો.
ચૂંટણી જીતનારા ભાજપના 291 સંસદસભ્યોએ ચૂંટણી પર સરેરાશ 51.31 ટકા રકમનો ખર્ચ કર્યો હતો.કૉંગ્રેસના સંસદસભ્યોએ સરેરાશ 51.72 ટકા, તૃણમુલ કૉંગ્રેસના સંસદસભ્યોએ 54 ટકા, ડીએમકેના 21 સંસદસભ્યોએ સરેરાશ 45.78 લાખનો ખર્ચ કર્યો હતો

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના પછી રાજકીય પક્ષોને મળતા ડોનેશનમાં ઘટાડો થવાની આશા છે. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હતી. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (CMS) અનુસાર, 2019માં ચૂંટણી પર ખર્ચનો અંદાજ 50,000 કરોડ રૂપિયા હતો, પરંતુ તે વાસ્તવમાં 60,000 કરોડ રૂપિયા હતો. લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે અને તે જ દરે ખર્ચ વધે છે. 2009માં યોજાયેલી 15મી લોકસભા ચૂંટણી માટેનું બજેટ ભારતમાં અગાઉની ચૂંટણીઓ કરતાં 15 ગણું વધુ હતું. જો આપણે અગાઉની વાત કરીએ તો 1993માં લોકસભાની ચૂંટણીમાં રૂ. 9000 કરોડ, 1999માં રૂ. 10,000 કરોડ, 2004માં રૂ. 14,000 કરોડ, 2009માં રૂ. 20,000 કરોડ, 2014માં રૂ. 30,000 કરોડ અને રૂ. 60,2000 કરોડ ખર્ચાયા હતા. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો 2009ની સરખામણીએ 2014ની ચૂંટણીમાં ખર્ચમાં દોઢ ગણો વધારો થયો હતો. એ જ રીતે, 2019ની ચૂંટણીમાં 2014ની સરખામણીમાં ખર્ચ બમણો થયો હતો. જો આ આંકડાને આધાર તરીકે ધ્યાનમાં લઈએ તો 2024ની ચૂંટણીમાં 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જે વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હોઈ શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)